________________
(9
સમાધિશતકમ ૩. દ્રવ્યનિગ્રંથ એટલે વ્યવહાર જોતાં નિગ્રંથને વેષ ધારણ કર્યો છે પણ આત્મજ્ઞાનને સમ્યગ રીતિએ જેને ઉપયોગ નથી તે. ૪. પૂર્વોક્ત વેષાદિ સહિત આત્મજ્ઞાનના ઉપગે જે મુનિ વતે છે, તે ભાવનિગ્રંથ છે.
આત્માજ્ઞાનની ચાહનાથી અને તેમાં મગ્નતાથી ભાવનિગ્રંથપણું સાબીત થાય છે. શ્રી આનંદઘનજી મહારાજ કે જે અધ્યાત્મજ્ઞાની હતા, તેઓ વાસુપૂજ્યના સ્તવનમાં કહે છે કે
આત્મજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન અતિસંગી રે.
–વાસુપૂજ્ય જે શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાતા છે, તે શ્રમણ કહેવાય છે. નાળા ચ મુળી રૂ આત્મજ્ઞાનથી મુનિ જાણવા, એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
આત્મજ્ઞાનહીન રજોહરણ મુખવસ્તિકા ધારણ કરનાર દ્રવ્યલિંગી જાણવા ભાવલિંગીપણું તે સ્વરૂપ જ્ઞાનમાં વ્યાપી રહ્યું છે, માટે વસ્તુ જેવી છે તેવી વસ્તુને પ્રકાશે, પ્રગટ કરે.
આત્માથી બાહ્ય પદાર્થોમાં સ્વરૂપજ્ઞાન નથી, પણ આત્મિકજ્ઞાન તે જ સ્વરૂપજ્ઞાન જાણવું. આત્મજ્ઞાની આનંદને ઘન જે પરમાત્મા તેમાં જેણે પિતાની મતિ સહચારી કરી તે. હોય છે. - તરુણ પુરુષ અને તરુણ સ્ત્રીના હાસ્ય, કેલિ, ભેગાદિકના આનંદનું અનુભવજ્ઞાન નાના બાળકોને હેતું નથી,