________________
૧૦.
સમાધિશતકમ નથી અથવા ભવ્ય રાશિની અપેક્ષાથી સર્વ દેહી એમ કહ્યું છે એમ પણ માની શકાય.
અથવા આસન તેથી દૂર તથા દૂરતર ભવ્યમાં તથા અભવ્યમાં વિધા આત્મા કહ્યો ત્યારે શ્રી સર્વજ્ઞ જે પરમાત્મા છે, તેનામાં અંતરાત્મા અને બહિરાત્માના અભાવથી એ વાત ઘટી નહિ એમ શંકા કરવી તે પણ નકામી છે, કારણ - ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાથી તેમનામાં પણ તે આત્માને વિરોધ નથી એમ વૃતઘટની પેઠે આ વાત સિદ્ધ થાય છે.
જે સર્વજ્ઞાવસ્થામાં પરમાત્મા થયા તે પણ પૂર્વે અંતરાત્મા અને તે અંતરાત્માની પૂર્વે બહિરાત્મા હતા. એમ ધૃતના ઘટની પેઠે સિદ્ધ જ છે. અંતરાત્મત્વનું બહિરાત્મત્વ જે તે ભૂતપ્રજ્ઞાપનનયની અપેક્ષાએ તથા અંતરાત્મત્વ જે તે ભાવિ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ જોઈ લેવું.
આ ત્રણ પ્રકારનાં આત્મામાં શાથી શાનું ઉપાદાન. કરવું અને શાને ત્યાગ કરે તે કહે છે. પરમાત્માની. પ્રાપ્તિ કરવી અને બહિરાત્માને ત્યાગ કરે. પરમાત્માને પામવાનો ઉપાય અંતરાત્મા છે અને બહિરાત્માને અંત રાત્માના ઉપાયથી તજવે.
પ્રત્યેકનું હવે પૃથક લક્ષણ કહે છે.
શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત દધક છંદમાં સમાધિશતક