________________
નિવેદન
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત સમાધિશતક' નામના ગ્રંથ ઘણા સમયથી ઉપલબ્ધ નડતો એટલે એની આ ચાથી આવૃત્તિ પ્રગટ કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ.
પૂ. આચાર્ય. ભગવતે વિ.સ. ૧૯૬૨માં અમદાવાદમાં ચાતુર્માસ દરમિયાન આ ગ્રંથની રચના કરી હતી અને સ. ૧૯૬૫માં શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી તે પ્રગટ થયા હતા.
સમાધિશતક’ગ્રંથની વિશિષ્ટતા એ છે કે આ મૂળ ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં સે। શ્લોકમાં દિગબરાચાય શ્રી પૂજ્યપાદસ્વામી શ્રી પ્રભેન્દુજીએ કરૈલી છે. ત્યાર પછી ત્રણસો વર્ષ પૂર્વે આ કૃતિ ઉપરથી ગુજરાતીમાં, પદ્યમાં દુહાની કડીઓમાં રચના ઉષધ્યાય શ્રી યશવિજયજી મહારાજે કરી હતી. એ એની મહત્તા દર્શાવે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ દિગબર પર પરાના કેટલાક મતનું ખંડન કર્યું છે, તેમ છતાં એ પરપરાના એક ગ્રંથ ભાવાનુવાદ માટે એમણે સ્વીકાર્યો એ એમના હૃદયની ઉદારતા અને ગુણગ્રાહી તથા સમન્વયકારી ભાવના દર્શાવે છે.