________________
૧૫૮
સમાધિશતકમ
યથાશક્તિ અને ભાવિત આત્મજ્ઞાન અનેક પ્રકારનાં કો પ્રાપ્ત થતાં પણ ટળતું નથી, તે બતાવે છે દોધક છંદ દુઃખ પરિતાપે નવિ ગ, દુઃખ ભાવિત મુનિ જ્ઞાન, વા ગલે નવિ દહનમેં, કંચનક અનુમાન. ૮૭ તાતે દુઃખસુ ભાવિયે, આપ શક્તિ અનુસાર, તે દઢતર હુઈ ઉલ્લશે, જ્ઞાન ચરણ આચાર. ૮૮
વિવેચન-દુખના પરિતાપથી દુભાવિત મુનિવરનું જ્ઞાન ગળી જતું નથી, નાશ થતું નથી. જેમ અગ્નિમાં વજા ગળતું નથી તથા કંચન અગ્નિમાં નાખતાં પોતાનું મૂળ સ્વરૂપ ત્યાગતું નથી. ઉલટું સારું થાય છે, દીપ્તિમાન બને છે અને મેલ દૂર થાય છે.
આ પ્રમાણે અનેક પ્રકારનાં પરીષહ રૂપ અગ્નિ સંગે પણ સુવર્ણ સમાન મુનિવર પોતાનું સ્વરૂપ ત્યાગતા નથી અને ઉલટું તેમનું વાન વધે છે.
માટે પોતાની શક્તિ અનુસાર શરીરાદિ કષ્ટ સહન કરી આત્માને ભાવે કે જેથી મૃત્યુ સમયે શરીરમાં ઘણી વેદના થતાં પણ આત્મભાન ભૂલાય નહિ અને આત્માને ઉપયોગ સ્થિર વર્તે એવું ધેય પ્રગટે. એમ કરવાથી જ્ઞાન અને ચારિત્રને દઢ ભાવ થાય છે.
प्रयत्नादात्मनो वायुरिच्छाद्वेषप्रवर्तितात् । वायोः शरीरयन्त्राणि, वतन्ते स्वेषु कर्मसु ।।१०३।।
વિવેચન–જે આત્મા શરીરથી નિરંતર ભિન્ન છે, તો તેના ચાલવાથી કેમ શરીર ચલાયમાન થાય છે અને તેના