________________
૩૦
સમાધિમરણ
ચલ્યો જાય વૈકુંઠમાં, પલ્લો ન પકડે કોય.” અર્થ –જેવો પ્રેમ હરામ એટલે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને છે તેવો જ પ્રેમ જો ભગવાન પ્રત્યે થઈ જાય તો સીધો જીવ મોક્ષે ચાલ્યો જાય. મોક્ષે જતાં એનો કોઈ પલ્લો પકડનાર
નથી અર્થાત્ એને કોઈ રોકનાર નથી. ઘનમાં કે સ્ત્રીમાં મન રમે તેવું જ રાજમાં રમે તો અવશ્ય મોક્ષ થાય
ધનમાં
મન જેવું
રમે,
સુંદર સ્ત્રીમાં
જેમ;
તેમ રમે જો રાજમાં,
મોક્ષ મળે ના કેમ?” સપુરુષ પ્રત્યે વૃઢ શ્રદ્ધા તે જ સમકિત;
- પંદર ભવે મોક્ષે લઈ જાય “આપે પ્રશ્ન કર્યો છે કે સમાધિમરણ સમ્યક્દર્શન વિના થાય? ઉત્તરમાં જણાવવાનું કે સમ્યક્દર્શનની સૌથી પહેલી જરૂર છે. તે વિના તો કોઈ પણ ધર્મક્રિયા સફળ નથી. પરંતુ પરમકૃપાળુદેવે પત્રાંક ૭૭૧માં જણાવ્યું છે કે જીવાજીવનું સ્પષ્ટ જ્ઞાન તો કોઈ વિરલા જીવોને થાય છે પણ પરમપુરુષની શ્રદ્ધાને શાસ્ત્રમાં ઘણે ઠેકાણે સમકિત કહ્યું છે અને તે જેવું તેવું નથી. પંદર ભવે મોક્ષે લઈ જાય તેવું છે. જીવાજીવના જ્ઞાનનું તે કારણ છે. એટલે પરોક્ષ શ્રદ્ધા જેને છે તે પરમપુરુષની શ્રદ્ધાથી સમાધિમરણની તૈયારી કરે તો તે સફળ થવા યોગ્ય છેજી. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય છે. શ્રી સોભાગભાઈ જેવાને પણ પ્રત્યક્ષ સમ્યક્રદર્શન તો મરણ પહેલાં થોડા દિવસ