________________
૭૦.
સમાધિમરણ
“આત્મા છે'. “આત્મા નિત્ય છે', “આત્મા કર્મનો કર્તા છે’, ‘આત્મા કર્મનો ભોક્તા છે’, ‘તેથી તે નિવૃત્ત થઈ શકે છે”, અને “નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ જ કારણો જેને વિચાર કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.” (વ.પૃ.૪૫૨)
આત્માના ભાવો સ્વમાં રહે તે સમાધિ અને પરમાં જાય તે અસમાધિ.
“શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે. તે અનભવજ્ઞાને જોતા પરમ સત્ય છે.
અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી.” (વ.પૃ.૪૪૪)
ગ્રંથિભેદ થવા માટે નિત્યે સમાગમ, સદ્વિચાર અને સગ્રંથનું પઠન જરૂરી “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞ કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે. જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ
પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે, ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સવિચાર અને સદ્ ગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.” (વ.પૃ.૪૬૨)
“પરમાં મારાપણું કરે તો પરિભ્રમણ વધે, સ્વમાં મારાપણું કરે તો પરિભ્રમણ ટળે”
સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ | જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા | પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ