________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ‘બોધામૃત ૩'માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૧૫૭ વિજયા અંતે આર્તધ્યાનથી મરણ પામી સમળીરૂપે ઉત્પન્ન થઈ વિદ્યાધરી વિજયા અંતે આર્તધ્યાનથી મરણ પામી ભરૂચના કોરંટ નામના ઉદ્યાનમાં વટવૃક્ષ ઉપર સમળીરૂપે ઉત્પન્ન થઈ. આર્તધ્યાનથી જીવ કેવું ખોઈ બેસે છે તે વિચારણીય છે.
સમળી બચ્ચાં માટે ખોરાક લેવા જતાં બાણથી વીંઘાણી એકવાર સમળી ગર્ભિણી થઈ અને અતિકષ્ટ બે બચ્ચાંને જન્મ આપ્યો. પછી ભૂખની પીડા શરૂ થઈ. તેનો પતિ બેદરકાર બની ક્યાંય ચાલ્યો ગયો હતો. સ્ત્રીઓ પરાધીન હોય છે. ભોજનનો વિચાર કરે છે ત્યાં તો મૂશળધાર વરસાદ શરૂ થયો. તે સાત દિવસ સુધી ચાલ્યો. તેથી સમળી અશક્ત થયેલી, છતાં ભોજન માટે સ્વેચ્છના પાડા તરફ જ્યાં માંસ હતું ત્યાં ગઈ. માંસનો ટુકડો ચાંચમાં ઉપાડ્યો કે પાડાના માલિકે તેને બાણથી વીંધી નાખી. સમળી વેદનાથી પૃથ્વી પર પડી. મહામહેનતે થોડી ઊડીને અને ચાલતી ચાલતી તેના વૃક્ષ નીચે આવીને પડી. ઉપરથી બચ્ચા આઝંદ કરે છે. એનું મન પણ બચ્ચામાં છે તેથી માળા તરફ જોવા લાગી. પણ એક દિવસ અને રાત ત્યાં જ પડી રહી. મનિઓએ ઉપદેશમાં કહ્યું-મંત્ર સ્મરણ કરે તો તારું તિર્યચપણું મટી જશે
ભાગ્યયોગે ત્યાં બે મુનિવરો આવી ચઢ્યા. તેમની નજર તે સમળી ઉપર પડી. મુનિએ નજીક આવી સમળીને કહ્યું કે “હે ભદ્ર! ભય પામીશ નહીં, શોક કરીશ નહીં. આ ભયંકર સંસારમાં સુખદુઃખની ઘટમાળ ચાલ્યા જ કરે છે. અનેક જન્મોમાં દુઃખ આપનાર ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ કર. ધર્મને વિષે એકાગ્ર મન કર. આમ કહી મુનિઓએ અરિહંતાદિના ચાર શરણ આપ્યા. પુનઃ કહ્યું કે અરિહંત પરમાત્માને એકવાર ભાવપૂર્વક કરેલ નમસ્કાર અનેક જન્મ-મરણની
પીડાને હરે છે. તો વારંવાર સ્મરણ કરનારને શું
જ ઇચ્છિત ન આપે! માટે તું આ નવકાર મંત્રનું સ્મરણ કર. ચાર પ્રકારના આહારનો ત્યાગ કર. શુદ્ધ મનથી તું પરમાત્માનું ધ્યાન ધરીશ તો આવતા ભવમાં તારું તિર્યચપણું નાશ પામશે અને સર્વ સુખ આવી મળશે.
મહામુનિના ઉપદેશથી મંત્રમાં લીન રહેવાથી સિલોનના રાજાની પુત્રી થઈ
મહામુનિના આવા વૈરાગ્યમય અને અસરકારક વચનો સાંભળી, સમળીનો બચ્ચાંઓ પ્રત્યેનો રહેલો મોહ નાશ પામ્યો, ધર્મ ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થઈ અને મંત્રના ચિંતવનમાં લયલીન બની ઉત્તમ ભાવનાથી મરીને તે સિલોનમાં રાજાને ત્યાં રાજપુત્રી તરીકે ઉત્પન્ન થઈ.