Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 332
________________ ૩૨૮ સમાધિમરણ રત્નત્રય બલિહારી બાપ બચાવજો રે–અમને અર્થ :- હે પ્રભુ! આપ અમારા અંત સમયે દર્શન આપી સમ્યક્રદર્શનની પ્રાપ્તિ કરાવજો. એ સમ્યદર્શન સકળ આરાધક જીવોના મનને હરણ કરનારું છે. વળી હે નાથ! આપનું પરમકૃપાળુ એવું બિરુદ એટલે નામ અથવા પદવી છે. તે વિચારીને હે રત્નત્રય બલિહારી એટલે રત્નત્રયનો ખાસ ગુણ જેનામાં છે એવા બળવાન આપ અમારા બાપ છો; માટે પુત્ર ઉપર દયા લાવીને મને અંત સમયે આધ્યાનથી બચાવી સમાધિમરણ કરાવજો. અને એના માટે જ આપ ઉપકારી પ્રભુ અમારા અંત સમયે વહેલા વહેલા પધારજો; એવી અમારી આપ પ્રભુ પ્રત્યે હૃદયની ભાવભીની પ્રાર્થના છે. સમાધિમરણમાં સહાયક થાય એવી અનેક શાસ્ત્રોમાંથી ઉદ્ધત બોઘા ઉપદેશામૃત'માંથી – “ “મનને લઈને આ બધું છે.” માટે ચિત્તવૃત્તિ કોઈ સત્પરુષે કહેલા વચન ઉપર પ્રેરી કાળ વ્યતીત કરવા જેવું છેજી તે આ - १ चत्तारि परमंगाणि दुल्लहाणीह जंतुणो। માસનં સુ સદ્ધ સંગમમિ ય વરિયં | (ઉત્તરાધ્યયન ૩,૧) ૧. ચારે અંગો ય દુષ્માપ્ય જીવોને જગમાં ઘણાં; મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા, સંયમે વીર્ય-ફુરણા. ભાવાર્થ – મોક્ષ પામવાનાં ઉત્કૃષ્ટ ચાર અંગ છે : (૧) મનુષ્યપણું, (૨) શ્રુત (સત્પરુષના મુખની વાણી) નું શ્રવણ, (૩) સદ્ધર્મ ઉપર શ્રદ્ધા, (૪) સંયમને વિષે બળ-વીર્ય ફોરવવું. એ ચાર મોટાં કારણો આ સંસારમાં મળવાં દુર્લભ છે. २ अहमिक्को खलु सुद्धो, निम्ममओ णाणदंसणसमग्गो । તfહ્મ ટિો તtતો, સર્વે રવયં મિ | (સમયસાર૦ ૭૩) ભાવાર્થ – હું એક છું, પરપુગલથી ન્યારો છું, નિશ્ચયનયે કરીને શુદ્ધ છું, અજ્ઞાન-મેલથી વારો છું, મમતાથી રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું, હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું, ચેતના ગુણ મારી સત્તા છે, હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મનો ક્ષય કરું છું. ३ झाइ झाइ परमप्पा, अप्पसमाणो गणिज्जइ परो वि । ऊज्झइ राग य दोसो छिज्जइ तेण संसारो॥ ભાવાર્થ – પરમાત્મસ્વરૂપનું ધ્યાન ધરો, ધ્યાન ધરો. અન્યને પણ પોતાના આત્મા સમાન ગણો. રાગ અને દ્વેષ ત્યજો. તો તેથી સંસારનું બંધન છેદાય છે. ४ मा मुज्झह, मा रज्जह, मा दुसह इट्टणिट्ठअत्थेसु । -

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351