Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 339
________________ સમાધિસોપાન”, “પરમાત્મપ્રકાશ'માંથી ૩૩૫ વૃદ્ધત્વમાં તું અર્ધમૃત! ક્યાં ભવસફળતા ધર્મથી? ૮૯ આ જીવ બાલ્યાવસ્થામાં શરીર પરિપુષ્ટ નહિ હોવાથી અહિતને જાણતો નથી. યુવાવસ્થામાં કામથી અંધ બનીને સ્ત્રીઓરૂપ વૃક્ષથી સઘન યૌવનરૂપ વનમાં વિષયસામગ્રીની ખોજમાં વિચરે છે. તેથી તેમાં પણ હિતાહિતને જાણતો નથી. મધ્યમ વયમાં પશુ સમાન અજ્ઞાની થઈને તૃષ્ણાના પૂરમાં તણાઈને કૃષિ આદિ એટલે ખેતી, વેપાર આદિ દ્વારા ધન કમાવામાં તત્પર રહી ખેદખિન્ન થયા કરે છે. તેથી આ અવસ્થામાં પણ હિતાહિતને જાણતો નથી. વૃદ્ધાવસ્થામાં અર્થો મરેલા જેવો શરીરથી શિથિલ થઈ જાય છે. તેથી તેમાં પણ હિતાહિતનો વિવેક રહેતો નથી. આવી દશામાં હે ભવ્ય! કઈ અવસ્થામાં તું ધર્મનું આચરણ કરીને આ જન્મ સફળ કરી શકીશ? તે મહાપુરુષોને ધન્ય છે કે જેમણે યુવાવસ્થામાં જ ભુક્તભોગી થઈને અથવા પ્રથમથી જ પ્રાપ્ત ભોગોને ત્યાગીને, મોહની જાળને તોડીને આત્માને સ્વતંત્ર મુક્ત સહજાત્મ-પદે સ્થાપન કરવા દુર્ધર પુરુષાર્થ કરી આત્મદશા પ્રગટાવી, અંતમાં મુક્તિપુરી પહોંચવા ભાગ્યશાળી બન્યા, સહજાત્મસ્વરૂપમાં મગ્ન થઈ તાર્થ થયા. નમન હો તે પરમપુરુષોને! ૮૯ જનની ઉદર વિષ્ઠાગૃહે ચિર કર્મવશ દુઃખમાં રહી, ભૂખ તરસથી મોં ફાડી ખાવા એંઠ માતાની સહી; ત્યાં હલન-ચલન રહિત સ્થિર રહી, ભયભર્યો કૃમિ સહ રહ્યો, જન્મિત્! થયો ભયભીત મરણે, માનું તે કારણ અહો! ૯૯ આ જીવ ગર્ભાવસ્થામાં કર્મ આધીન થઈ, પરવશપણે, ચિરકાળ સુધી માતાના પેટરૂપ વિષ્ટાગૃહમાં રહે છે. ત્યાં ભૂખ-તરસથી પીડા પામતો તૃષ્ણા વધી જવાથી માતા દ્વારા ખાવામાં આવેલ ભોજન (એંઠ)ની મોં ખોલીને પ્રતીક્ષા કર્યા કરે છે, રાહ જોયા કરે છે. ત્યાં જગા સાંકડી હોવાથી હાથ પગનું હલન-ચલન કરી શકતો નથી. તથા પેટમાં રહેલા કીડાઓ સાથે રહીને જન્મ વેળાનાં દુઃખથી ભયભીત થાય છે. હે જન્મ લેવાવાળા જન્મિનું, તું જે મરણથી ડરે છે તેનું કારણ એમ સમજાય છે કે આગલા જન્મનાં દુઃખથી ભયભીત તું આ મરણ પછી ફરી જન્મવું જ પડશે એમ જાણી થનાર જન્મનાં અસહ્ય દુઃખથી જ ડરે છે. કારણ કે જન્મનાં દુઃખ તારા અનુભવમાં આવી ચૂક્યા છે. અહી ઉભેલા અલંકારથી કવિએ ડરવાનું કારણ કલ્પનાદ્વારા સિદ્ધ કરી બતાવ્યું જે પરમરણ અનિવાર્ય ત્યાં નિજ માની કરતા નિજ મૃત્યુકાળે તેમ કરતા જે અતિ આક્રંદને; જડબુદ્ધિ નિર્ભય થઈ, સમાધિમરણ સાધે શું અરે ! પરભવ અને યશ તે બગાડે, પ્રાજ્ઞ શોક ન કંઈ કરે. ૧૮૫

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351