Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 337
________________ આત્માનુશાસન'માંથી ૩૩૩ અર્થ :–જેની ઉત્તમાર્થમરણમાં-સમાધિમરણમાં ભક્તિ નથી તેને મરણ સમયે ઉત્તમાર્થ મરણની પ્રાપ્તિ કેવી રીતે થશે? તે તો આર્તધ્યાનાદિ અશુભધ્યાનમાં મૃત્યુ પામશે.” (ગાથા ૬૮૪) કલકલ કરનારને ક્ષપક પાસે જવા ન દેવો. सद्दवदीणं पासं, अल्लियदु असंवुडाण दादव्वं । तेसिं असंवुडगिराहिं होज्ज खवयस्स असमाधी ॥ અર્થ –જે લોકો વચનગુતિ અને ભાષાસમિતિનું પાલન કરતા નથી, જેઓ આગમ વિરુદ્ધ બોલે છે, ખૂબ બડબડાટ-કલકલ કરે છે એવા લોકોને ક્ષપક(સમાધિમરણ કરનાર)ની પાસે જવા ન દેવા જોઈએ. કારણ કે તેમની અસંબદ્ધ ભાષા સાંભળી લપકનું ચિત્ત વિક્ષુબ્ધ થશે અને રત્નત્રયમાં સ્થિર થશે નહિ, અને શરીરે ક્ષીણ બનેલો તે ક્ષેપક ક્રોધયુક્ત સંકલેશ પરિણામી બની જશે તેથી આગમવિરુદ્ધ અને અનર્ગળ ભાષણ કરનારને ક્ષેપકની પાસે જવા દેવાનું નિષેધવામાં આવ્યું છે.” (ગાથા ૬૮૫) રત્નકરંદ શ્રાવકાચાર'માંથી - સવિચાર સમાધિમરણ “સંયમનું પાલન ન થઈ શકે તેવું જીર્ણ શરીર થઈ ગયું હોય, તેવું ઘડપણ આવી જાય, દ્રષ્ટિ અતિ મંદ થઈ જાય, પગે ચાલી શકાય નહિ, અસાધ્ય રોગ થઈ જાય, મરણ-કાળ અતિ નિકટ આવે-આવી દશામાં પોતાના શરીરને પાકાં પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન સ્વયં વિનાશસભૂખ જાણી કાય-કષાયની કષતા માટે અંતમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરી ધર્મધ્યાન સહિત મરણ કરવું તે સવિચાર સમાધિમરણ છે. જો મરણમાં કોઈ સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરવામાં આવે કે “જો આ ઉપસર્ગમાં મારું મરણ થઈ જશે તો મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ.” ૧૨૨ સમાધિમરણની આવશ્યકતા રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે, પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે અને ઇચ્છિત ફળદાતા ધર્મને વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. મરણ બાદ બીજું શરીર પણ મળે છે, પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા મળવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન-વચન-કાયનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ

Loading...

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351