Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 343
________________ સહજ સુખસાધન”માંથી ૩૩૯ થતાં તે ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.” (પૃ.૫૭૪) “ઉપસર્ગથી અચાનક મરણ આવી પડતાં સંક્ષિપ્ત પ્રાયોપગમન-વિધિ કરે એમ કહે છે ___ भृशापवर्तकवशात् कदलीघातवत्सकृत् । विरमित्यायुषि प्रायमविचारं समाचरेत् ॥११॥ કદલીઘાત એટલે કેળના સ્તંભને કાપતાં બધાં પડ એક સાથે કપાઈ જાય છે તેવી રીતે તીવ્ર મૃત્યુના કારણથી આયુષ એકાએક ગળી જઈ પૂરું થવા માંડે ત્યારે શીધ્ર અવિચાર પ્રાયોપગમનવિધિને મુમુક્ષુ સાવધાનીથી આચરે. જેમકે : “આહાર શરીર ને ઉપધિ, પચખું પાપ અઢાર; મરણ આવે તો વસીરે, જીવું તો આગાર.” (પૃ.૫૭૬) "आस्तां स्तेयमभिध्याऽपि विध्याप्याऽग्निरिव त्वया । हरन् परस्वं तदसून् जिहीर्षन् स्वं हिनस्ति हि ॥८५॥ અહો સમાધિમરણના અર્થી! ચોરી તો શું પણ પરધનની ઇચ્છાને પણ તારે અગ્નિ સમાન બુઝાવી નાખવી જોઈએ. પરધનને હરનાર પરના પ્રાણ હણવાની ઇચ્છા કરતો અવશ્ય પોતાને હણે છે. અર્થાત્ પરધન ચોરનારને પરના પ્રાણ હણવાની ઇચ્છા પણ થાય છે. એવી ભાવહિંસાથી કર્મ બાંધી દુઃખ પામવારૂપ સ્વાત્માની હિંસા અવશ્ય થાય છે. બ્રહ્મચર્યની દ્રઢતા કરાવવા કહે છે– पूर्वेऽपि बहवो यत्रस्सखलित्वा नोद्गताः पुनः । तत्परं ब्रह्म चरितुं ब्रह्मचर्यं परं चर ॥८७॥ જે વ્રતમાં પૂર્વે ઘણા મોટા મુનિવરો પણ જરા અલન પામતાં ભ્રષ્ટ થવાથી ફરી ઊંચા આવ્યા નથી, તે બ્રહ્મચર્યવ્રતને તું દેહથી ભિન્ન અને નિર્વિકલ્પ એવા તારા શુદ્ધાત્મસ્વરૂપ પરબ્રહ્મનો અનુભવ કરવાને અર્થે ઉત્કૃષ્ટપણે-જરા પણ અતિચાર લગાવ્યા વિના ધારણ કર.” (પૃ.૫૯૭) "श्रुतस्कन्धस्य वाक्यं वा पदं वाऽक्षरमेव वा । यत्किाद्रिोचते तत्रालम्ब्य चित्तलयं नय ॥९१॥ અહો વ્યવહાર આરાધનામાં પરિણમેલા આરાધકરાજ! આચારાંગ આદિ દ્વાદશાંગ તથા તેથી ભિન્ન પ્રકીર્ણક આદિ અંગબાહ્ય મળી જે શ્રુતસ્કંધ છે તેમાંથી તને જે રુચે તે એક વાક્ય જેમ કે નમો અરિહંતાણં” અથવા એક પદ જેમકે “અર્ટ અથવા એક અક્ષર જેમકે આ સિ ૩ સા માંથી કોઈ એકનું અવલંબન લઈને તેમાં ચિત્તને લીન કર. અર્થાત્ શ્રુતસ્કંધમાંથી ગમે તે વાક્ય, પદ કે અક્ષર હોય પરંતુ તેમાં જીવની રુચિ અને ચિત્તની લીનતા થવી એ મુખ્ય પ્રયોજન છે. शुद्धं श्रुतेन स्वात्मानं गृहीत्वाऽऽर्य स्वसंविदा ।

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351