Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 335
________________ ‘ભગવતીઆરાધના ભાગ-૨' માંથી ૩૩૧ મૃત્યુ આવ્યું નથી ત્યાં સુધીમાં આરાધના કરી લેવી જોઈએ. મૃત્યુ આજ નથી આવ્યું તો એક પખવાડિયામાં, એક માસ બાદ, બે માસ, છ માસ કે એક વર્ષ સુધી આવશે જ નહિ એમ નિશ્ચયપૂર્વક કહી શકતા નથી. એક ક્ષણમાં પણ મૃત્યુ પોતાનું સ્વરૂપ બતાવી શકે છે. એટલે જ્યાં સુધી આયુષ્ય પૂરું થતું નથી અને મૃત્યુ આવતું નથી ત્યાં સુધી તપશ્ચર્યામાં પોતાનું વીર્ય-પરાક્રમ બતાવવું જોઈએ, ઉદ્યમ કરી લેવો જોઈએ. મૃત્યુ અમુક સ્થાને રહે છે એવો પ્રદેશ પણ તેનો નિશ્ચિત નથી. ગાડી, મોટર, વિ. જમીન ઉપર જ ચાલે છે, ગમન કરે છે. નક્ષત્ર-ગણ આકાશમાં જ ગમન કરે છે, મગરમચ્છ, અન્ય માછલાં વિ. જળચર પ્રાણીઓ પાણીમાં જ ફરે છે પરંતુ અત્યંત દુઃખદાયક આ મૃત્યુ તો સ્થળમાં, જળમાં અને આકાશમાં સર્વત્ર ભ્રમણ કરતું વિચરે છે. એવા અનેક સ્થળો અને પ્રદેશો છે કે જ્યાં અગ્નિ, ચંદ્ર, સૂર્ય, ઇન્દ્ર, ઠંડો કે ગરમ પવન અને બરફ પ્રવેશ કરી શકતાં નથી; એવા પ્રદેશોમાં પણ મૃત્યુનો તો અપ્રતિહત-રોકટોક વગર સંચાર થાય છે. મૃત્યુથી બચાવનાર આ જગતમાં કોઈ વ્યક્તિ કે પદાર્થ નથી વાત, પિત્ત અને કફ આ ત્રણની ન્યૂનાધિકતા રોગ ઉત્પન્ન થવામાં કારણભૂત છે પરંતુ અપમૃત્યુ માટે તો સર્વ પદાર્થો કારણ બની શકે છે. વાત, પિત્ત, કફ, ઠંડી, ગરમી, વરસાદ, તડકો, છાંયો વિ.ના પ્રતિકારના, નિવારવાના સાધનો પણ છે, પરંતુ આ સંસારમાં મૃત્યુને નિવારનાર, પ્રતિકાર કરનાર કોઈ પણ એવા પદાર્થ નથી કે તેને દૂર કરી શકે. શિયાળો, ઉનાળો, ચોમાસું આ ઋતુઓ સમયે સમયે આવે છે એનું જ્ઞાન જગતના લોકોને હોય છે પરંતુ મૃત્યુના આવવાના કાળને કોઈ જાણતું નથી કે ક્યારે તે આવશે? જ્યારે રાહુના મોઢામાં ચંદ્રનો પ્રવેશ થાય છે ત્યારે તેને તેમાંથી છોડાવનાર કોઈ હિતકારી પદાર્થ કે સાધન હોતું નથી. તેવી જ રીતે મૃત્યુ જ્યારે જીવને પકડી લે છે ત્યારે તેને તેનાથી બચાવનાર કે છોડાવનાર આ જગતમાં કોઈ વ્યક્તિ કે પદાર્થ નથી. મૃત્યુ પ્રાણીને અચાનક જ આવી પકડી લે છે મૃત્યુ સિવાય બીજા પણ એવા પદાર્થો છે કે જેનાથી પ્રાણીઓને ભય ઉત્પન્ન થાય છે. જેમકે–દુષ્ટ રોગ, વજપાત વિ. થી ભય ઉત્પન્ન થાય છે, વજપાત આકાશમાંથી અચાનક જ પડે છે, તેવી જ રીતે મૃત્યુ પણ પ્રાણીઓને અણધાર્યું પકડી લે છે. રોગથી ઘેરાયેલા શરીરમાં બળ, રૂપ વિગેરે ટકી શકતા નથી? આયુષ્ય, બળ, રૂપ વિગેરે ત્યાં સુધી જ સ્થિર રહી શકે છે કે જ્યાં સુધી તેમાં રોગો ઉત્પન્ન થતા નથી. રોગથી ઘેરાયેલા શરીરમાં બળ, રૂપ વિગેરે ટકી શકતા નથી. જ્યાં સુધી પવન ફૂંકાતો નથી, વાયુ સુસવાટા કરતો વહેતો નથી ત્યાં સુધી ફળ વૃક્ષમાં સ્થિર રહી શકે છે, પડતું નથી. તેવી જ રીતે શરીરની સ્થિતિ છે. શરીર જ્યારે વ્યાધિગ્રસ્ત બને છે ત્યારે સુખપૂર્વક આત્મહિત થઈ શકતું નથી. જેમ અગ્નિથી ઘર ચારે તરફ ઘેરાઈ ગયું હોય અને તેનો ઉપાય કરવો ખૂબ

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351