Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 338
________________ સમાધિમરણ ૩૩૪ અને “જન્મ, જરા અને મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી.’’—એવું ચિંતવન કરી, નિર્મમત્વી થઈ વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાની ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષે કાયા કૃષ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયો પાતળા પાડવા જોઈએ. પછી ચાર પ્રકારના સંઘની (મુનિ, આર્થિકા, શ્રાવક, શ્રાવિકાની) સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન-ઉદ્યમવંત થવું.” “......જે જીવ પોતાની પૂર્વાવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત્ જેણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત-નિયમાદિ ધર્મારાધના નથી કરી તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી; કેમ કે ચંદ્રપ્રભચરિત્રના પ્રથમ સર્ગમાં કહ્યું છે કે— “વિરત્તનામ્યાસનિવન્ધનેરિતા ગુળેપુ ોષેષુ ચ નાયતે મતિઃ ।” અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત બુદ્ધિ, ગુણોમાં યા દોષોમાં ઉત્પન્ન થાય છે..... માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય.’’ * “આત્માનુશાસન'માંથી - - * * “પળિયાં મિષે તુજ બુદ્ધિ શુદ્ધિ બહાર નીકળવા કરે; શી રીત બિચારો વૃદ્ધ ત્યાં પરલોક અર્થે કંઈ સ્મરે ! ८ ૬ હે ભવ્ય ! સફેદ વાળને બ્હાને તારી બુદ્ધિની શુદ્ધતા શરીરમાંથી બહાર નીકળી રહી હોય છે, એવી વૃદ્ધાવસ્થામાં શક્તિહીન થયેલો તું પરલોકને અર્થે કે પોતાના સંબંધીનો કાંઈ પણ વિચાર શું કરી શકીશ? તું એમ સમજે છે કે યૌવન અવસ્થામાં ધન, સ્ત્રી આદિ સામગ્રી મેળવી પ્રથમ આ લોકનું સુખ ભોગવું. પછી વૃદ્ધાવસ્થામાં ધર્મસેવન કરી પરલોકને અર્થે યત્ન કરીશ. પણ ભાઈ! વૃદ્ધાવસ્થામાં તો ધવલ કેશને બહાને તારી બુદ્ધિની શુદ્ધતા ચાલી જશે. અને બુદ્ધિની શુદ્ધતા વિના, વિચારશક્તિ ચાલી જતાં આ લોક સંબંધી કાર્યોનો પણ વિચાર યથાર્થપણે થવો મુશ્કેલ છે તો પછી પરલોકને માટે વિચાર કે પુરુષાર્થ ક્યાંથી થશે? વૃદ્ધાવસ્થામાં તો જીવ અર્ધું બળેલું મડદું જ જાણો. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. ત્યાં ધર્મસાધનાનું સામર્થ્ય રહેતું નથી. માટે અત્યારે યુવાવસ્થામાં જ ધર્મસાધનામાં પ્રમાદ ન કરતાં જાગૃત થા, જાગૃત થા. ૮૬૮ તું બાળકાળે વિકલ અંગે હિતાહિત ન જાણતો, ત્યમ યૌવને કામાંધ કામિની તરુવનમાં રઝળતો; વય મધ્યમાં ધનની તૃષાથી ખિન્ન પશુ! કૃષ્યાદિથી,

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351