Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 334
________________ ૩૩૦ કહેલાં તત્ત્વ તે ધર્મ છે. આ પ્રકારે મેં સમ્યક્ત્વને ગ્રહણ કર્યું છે.’” -ઉપદેશામૃત (પૃ.૧૬૫) * ‘પ્રતિક્રમણ સૂત્ર'માંથી * સર્વ જીવોને હું ખમાવું છું; સર્વ જીવો મને ક્ષમા કરો “ખમિઅ-ખમાવિએ મઈ ખમહ, સવ્વહ જીવ-નિકાય * * 1 સિદ્ધહ સાખ આલોયણ, મુઝ્ઝહ વઈર ન ભાવ. ।।૧૫।। અર્થ :—હે જીવ-સમૂહ ! તમે ખમત-ખામણા કરીને સર્વે મારા પર ક્ષમા કરો. હું સિદ્ધોની સાક્ષીએ આલોચના કરું છું કે મારે કોઈ પણ જીવ સાથે વૈર-ભાવ નથી. ।।૧૫। સવ્વ જીવા કમ્મ-વસ, ચઉદહ-રાજ-ભમંત । તે મે સવ્વ ખમાવિઆ, મુજ્સ વિ તેહ ખમંત ॥૧૬॥ અર્થ :—સર્વે જીવો કર્મ-વશ હોઈને ચૌદ રાજલોકમાં ભ્રમણ કરે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, તેઓ મને પણ ક્ષમા કરો. ।।૧૬।। રું મણેણ બદ્ધ, જે જે વાયાઈ ભાસિરૂં પાવ I ♥ ♥ કાએણ કર્યાં, મિચ્છા મિદુક્કડં તસ્સ ।।૧૭।। અર્થ :—જે જે પાપ મનથી બાંધ્યું હોય, જે જે પાપ વચનથી કહ્યું હોય, જે જે પાપ કાયાથી કર્યું હોય, તે સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.” ।।૧૭|| (સંથારાપારસી) * ‘ભગવતી આરાધના ભાગ-૨' માંથી – * સમાધિમરણ શરીર ટકે ત્યાં સુધી મોક્ષ ઉપાય સાધવો “कि पुण अवसेसाणं दुक्खक्खयकारणाय साहूणं । હોર્ ન ઉમ્મિવન્વં સપન્નવામ્મિ હોમ્મિ || ગાથા ૩૦૩ અર્થ :–શરીર છે ત્યાં સુધી દુઃખનો ક્ષય કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે, બીજા મુનિઓએ આ દુઃખદાયક-વિઘ્નથી ભરપૂર એવા લોકમાં તપમાં ઉદ્યમ કેમ ન કરવો ? અવશ્ય કરવો જોઈએ. મૃત્યુ સંબંઘી વિવેચન આ જગતમાં મનુષ્યના આયુષ્ય, શરીર, બળ અને આરોગ્યનો નાશ ક્યારે થશે તે કંઈ કહી શકાતું નથી કે સમજી શકાતું નથી. મૃત્યુ દાવાનળ સમાન છે, તે આ સંપૂર્ણ જગતરૂપી વનને ક્યારે બાળી નાખશે તે આપણે જાણતા નથી, કળી શકતા નથી.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351