________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીએ “બોધામૃત ૨’માં આપેલ સ્પષ્ટ માર્ગદર્શન
૨૧૫
પોતાનું સ્વરૂપ ભિન્ન ભાસ્યું ત્યારથી સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું સ્વરૂપ સમજાવવા માટે જ્ઞાનીઓએ ઘણું સમજાવ્યું છે. ભૂલ થઈ તે થઈ. પણ હવે ન થવા દેવી. નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે. કલ્પનાથી જીવ માને છે કે હું જભ્યો, હું મૂઓ, પણ આત્મા કદી જન્મતોય નથી અને મરતોય નથી. જીવનું ખરું સ્વરૂપ અસંગપણું છે.” (બો.૨ પૃ.૩૩૬) મનુષ્યદેહમાં સન્દુરુષના બોઘે વિમોંહીપણું કરી લેવું
“ઋષભદેવ વગેરે તીર્થકરોએ કહ્યું કે આ દેહ ક્ષણભંગુર છે, માટે એથી આત્મહિત થાય એવું કરી લેવું. દેહ તો બધાને છોડવા પડ્યા છે. લક્ષ એ રાખવો કે અસંગ થવાનું છે. શુદ્ધ સ્વરૂપનો લક્ષ કરવાનો છે તે આ મનુષ્યદેહ છે ત્યાં સુધી થઈ શકે. નરકગતિમાં જાય તો ત્યાં દુઃખ છે, તેથી કંઈ કરવાનું સાંભરે નહીં, તિર્યંચમાં જાય ત્યાં પણ કંઈ ભાન નથી, દેવગતિમાં જાય તો ત્યાં ઘણું સુખ છે તેથી કર્યું હોય તે પણ ભૂલી જાય છે. ત્યાં પણ કંઈ થઈ શકે નહીં. માટે મનુષ્યદેહ છે ત્યાં સુધી અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું એમ વારંવાર અસંગપણાની ભાવના કરવાની છે. કોઈનો પરિગ્રહ કે સંગ થયો હોય તે મૂકવાનો છે. મોહ દૂર કરી નિર્મોહીપણું કરવાનું છે. મોહ જીવને ભાન ભૂલવે છે. મોહ જવા સત્પરુષના બોધની જરૂર
છે. આત્મા છે તે જ દેવ છે. સાચ વસ્તુ એને અડી, તો પારસને લોઢું અડે તો સોનું થઈ જાય તેવું થાય.” (બો.૨ પૃ.૩૪૦)
કલ્યાણ કરવું હોય તો કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન કરવા “કૃપાળુદેવે છેલ્લી ક્ષમાપના માગી છે કે તમને કંઈ ખોટું લાગ્યું હોય અથવા કંઈ અપરાધ થયો હોય તે બધું નમ્રભાવથી ક્ષમાવું છું.
આખા પત્રનો સાર છેવટે કહી દીધો છે. કોઈ પ્રત્યે રાગ ન રહે એવું કરવું. રાગ એ ચીકાશવાળો છે. માંડ માંડ, કેટલાં તપ કરે ત્યારે એ છૂટે! રાગમાં મીઠાશ છે. તે ડાઘ જેવી છે. ગમે તેટલાં શાસ્ત્રો વાંચે તોય એ જાય નહીં. કોઈ પ્રત્યે દ્વેષ કિંચિત્ પણ ન રહે એવું કરવાનું છે. કોઈ પ્રત્યે રાગદ્વેષ કરવાના નથી. કલ્યાણ કરવું હોય તો આ નિશ્ચય વર્તાવવો ઘટે છે. “સર્વ જીવ છે સિદ્ધસમ”, એવી દ્રષ્ટિ રાખવી તો રાગદ્વેષ ન થાય. તેમ વર્તવા પુરુષાર્થ કરવો તો આત્માનું કલ્યાણ, મોક્ષ થશે.” (બો.૨ પૃ.૩૪૧)