Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 318
________________ ૩૧૪ સમાધિમરણ અ ૨ ૧ સાવધાન થા, અવસર આવ્યો, ર્જીવન સફળ કરવા કાજે, ધરી દીનતા રુદન કરે પણ કર્મ નહીં તેથી લાજે. ૧ અર્થ :- ઉપદેશક એવા આચાર્ય ભગવંત દયાથી ભરપૂર વચન કહી સમાધિમરણ માટે તત્પર થયેલ આરાધકના દુઃખને દૂર કરે છે. તેઓ કહે છે કે હે આત્માર્થી! તું કાયરતા તજીને ખરી શૂરવીરતાને ધારણ કર. અરે! હવે તો સાવધાન થા. તારું જીવન સફળ કરવાનો આ અવસર આવ્યો છે. તું દીનતાને ધારણ કરી રુદન કરે છે પણ તેથી કંઈ કર્મને લાજ આવવાની નથી. I૧ાા. કોઈ સમર્થ નથી દુઃખ લેવા કે સુખ દેવા વિશ્વ વિષે, કર્મ-ઉદયને કોઈ ન રોકે, લોક બધો બળતો દીસે; ધર્મ-વિમુખ કરી કાયરતા, બન્ને લોક બગાડી દે, અપયશ, દુર્ગતિ દેનારી આ કાયરતા ઝટ છોડી દે. ૨ અર્થ – આ વિશ્વમાં કોઈ આપણું દુઃખ લેવા કે સુખ આપવા માટે સમર્થ નથી. પોતાના કર્મ ઉદયને કોઈ રોકી શકે એમ નથી. આખો લોક બધો ત્રિવિધ તાપથી બળતો જણાય છે. કાયરતા એ જીવને ધર્મથી વિમુખ બનાવી આ લોક, પરલોક બન્ને બગાડી દે એવી છે. તે અપયશ અને દુર્ગતિને દેનારી છે. માટે એવી કાયરતાને તું શીધ્ર છોડી દે. //રા ધીરજ ધારી, ક્લેશરહિત થઈ, સહનશીલતા જો ધરશો, તો કર્મો જૂનાં ઘૂંટી જાશે, નવાં નહીં સંચય કરશો. “આપ ઉપાસક આત્મધર્મના, ધર્માત્મા” જગ-જીભ કહે, શ્રદ્ધાવંત-શિરોમણિ, ત્યાગી', લોકવાયકા એમ લહે. ૩ અર્થ :- ધીરજ ધારણ કરીને, ક્લેશરહિત ભાવવાળા થઈ સહનશીલતાને જો ધારણ કરશો તો જૂના કર્મો બધા છૂટી જશે અને નવા કર્મોનો પણ સંચય કરશો નહીં. આપ તો આત્મધર્મના ઉપાસક છો, જગતજીવોના મોઢે ધર્માત્મા કહેવાઓ છો. તમને લોકો શ્રદ્ધાનંતમાં શિરોમણિ સમાન અને ત્યાગી ગણે છે. તેમાં યથાશક્તિએ સંયમ, વ્રતની ગ્રહી પ્રતિજ્ઞા હિતકારી, હવે શિથિલતા કેમ કરો છો, અપયશ, દુર્ગતિ દેનારી ? ધર્માત્મા સૌ નિંદાશે, બગ-ઠગ રૃપનું દ્રષ્ટાન્ન થશો, ભોળા ઑવને દઈ દાખલો શિથિલતામાં દોરી જશો. ૪ અર્થ :- યથાશક્તિએ તમે સંયમવ્રતની આત્મહિતકારી પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, તો હવે અપયશ અને દુર્ગતિને દેનારી એવી શિથિલતાને કેમ આચરો છો?

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351