Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 327
________________ ૩૨૩ પગ પૂરો કરી, પેટ ફાડતાં થાય મરણ ત્રીજી રાતે. રાઈ ખૂંચે તેવા કોમળ નર ઘોર વેદના સહે, અહો! તો તમને શું ભૂખતરસનું દુઃખ અસહ્ય જણાય, કહો! ૨૩ અર્થ:- આખી અવન્તિ એટલે ઉજ્જૈનમાં સુકુમાળ એવા સુકુમાલે દીક્ષા લીધી. એકવાર આ નવદીક્ષિત મુનિ જંગલમાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા હતા. ત્યાં એક શિયાળ તેના બચ્ચા સાથે આવી તેમને ખાવા લાગ્યું. પગ પૂરો કરી પેટ ફાડતા ત્રીજી રાતે તેમનું મરણ થયું. રાઈ ખૂંચે તેવા કોમળ તે નર હતા છતાં ઘોર વેદનાને સહન કરી. તો અહો! તમને આ ભૂખ તરસનું દુઃખ પણ અસહ્ય જણાય છે? આના કરતાં તેમને કેટલું દુઃખ હશે છતાં સમતાએ સહન કરી ઉત્તમ ગતિને પામ્યા. અવન્તિ સુકુમાલનું દૃષ્ટાંત - ઉજ્જયની નગરી માં ભદ્રા શેઠાણીનો પુત્ર અવન્તિ સુકુમાલ હતો. બત્રીસ કન્યાઓ પરણ્યો હતો. એક વાર આર્ય સુહસ્તિ-સૂરિનો સ્વાધ્યાય સાંભળી પોતાને જાતિસ્મરણ-જ્ઞાન ઉપર્યું. પૂર્વભવમાં નલિની ગુલ્મ વિમાનમાંથી હું અહીં આવ્યો છું. તે જાણતાં અહીનાં ભોગ, દેવતાઈ ભોગ આગળ તુચ્છ જણાયા. તેથી કોઈને જાણ ન થાય તેમ મહેલમાંથી રાત્રે નીચે ઊતરી મુનિ પાસે જઈ દીક્ષા લઈ લીધી. ત્યાંથી મુનિ સાથે વિહાર કરી, અંતે અનશન કરી કાઉ- સગ ધ્યાનમાં ઊભા રહ્યા. ત્યાં પૂર્વભવ માં અપમાનિત કરેલ ભાભીનો જીવ શિયા- ળણી થયેલ, તે પોતાના બચ્ચા સાથે ત્યાં આવી તેમનો પગ ખાઈ પેટ ફાડતાં ત્રીજી રાતે સમાધિમરણ સાધી પાછા નલિની ગુલ્મ વિમાનમાં જઈ ઉત્પન્ન થયા. સમતાભાવે દુઃખ સહન કરવાથી કમોંની બળવાન નિર્જરા થઈ. ૨૩ પૂર્વભવમાં અવન્તિ સુકુમાળના મોટા ભાઈએ દીક્ષા લીધેલી. તેમને પાછા ઘરે લાવવા માટે ભાભી વારંવાર દિયરને કહ્યા કરે. દિયરે કહ્યું કે દિક્ષિત મુનિને પાછા ઘરે આવવા માટે કેમ કહેવાય? છતાં વારંવાર ઘરે લાવવાની વાત ભાભી કહેતા, એકવાર ગુસ્સો આવવાથી ભાભીને લાત મારી. ત્યારે ભાભીએ પણ એવો ભાવ કર્યો કે હમણાં તો હું અબળા છું પણ આવતા ભવમાં એના પગને ખાનારી થાઉં. તેથી મરીને શિયાળણી થઈ. પરવશ ચાર ગતિમાં વેઠ્યાં દુઃખ, હવે ખુશીથી સહવાં, મરવાની ય ન ઇચ્છા કરવી, ભય તર્જી સલ્તરણાં ગ્રહવાં. સ્વજન-મિત્રની સ્મૃતિ તજો; નહિ ભોગ નિદાન કદી ક ૨ શ ! ) એ અતિચારો રહિત સમાધિ-મરણ કરો તો ભવ તરશો.” ૨૪ અર્થ :- ચારે ગતિમાં આપણા આત્માએ પરવશપણે અનંત દુઃખો વેઠ્યા છતાં હવે જે

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351