Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 328
________________ ૩૨૪ સમાધિમરણ દુઃખ આવે તેને સ્વેચ્છાએ ખુશીથી સહન કરવા જોઈએ. દુઃખ દેખી મરવાની પણ ઇચ્છા કરવી નહીં. પણ મરણનો ભય ત્યાગી સલ્હરણાં ગ્રહવા અર્થાત્ સદેવગુરુધર્મનું શરણ અંગીકાર કરવું. સજ્જન એટલે પોતાના કુટુંબીઓ કે મિત્રની સ્મૃતિનો પણ ત્યાગ કરવો અને ભોગ નિદાન એટલે ભોગને અર્થે કોઈ પણ પ્રકારનું નિયાણું કરવું નહીં. એમ અતિચારરહિત શુદ્ધભાવથી સમાધિમરણ કરશો તો તમે ભવસાગરને જરૂર તરી જશો. ૨૪ વીર હાક “વારસ અહો! મહાવીરના શૂરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો; રે! સિંહના સંતાનને શિયાળ શું કરનાર છે? મરણાંત સંકટમાં ટકે, તે ટેકના ધરનાર છે. ૧ અર્થ - અહો! શબ્દ આશ્ચર્ય સૂચક છે, કે તમે કોના વારસદાર છો! ભગવાન મહાવીરના. મહાભાગ્ય યોગે આવા હુંડાઅવસર્પિણી કાળમાં પણ તમને ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ વીતરાગમાર્ગની પરમકૃપાળુદેવ દ્વારા પ્રાપ્તિ થઈ, તેની શ્રદ્ધા આવી અને તે વીતરાગમાર્ગના તમે અનુયાયી બન્યા - વારસદાર બન્યા. તો હવે વ્યાધિપ્રસંગે કે મરણ પ્રસંગે શૂરવીરતા જ બતાવજો. કોઈ દિવસ કાયરતાનું પ્રદર્શન કરશો નહીં. પણ તમારા શૂરવીરપણાથી આવેલ કષ્ટોને પણ કંપાવજો અર્થાત આવેલ વ્યાધિને પોતાની ન માનતા આત્મભાવનામાં મનને લઈ જઈ સદા સ્મરણમાં રહી કે પરમકૃપાળુદેવના વચનના વિચારમાં રહી શૂરવીરપણું જ બતાવજો કે આ વ્યાધિ મને નથી કે હું કદી મરતો નથી. ' અરે! જંગલમાં સિંહના બચ્ચાને શિયાળ શું કરનાર છે? તેમ નરસિંહ જેવા ભગવાન મહાવીરના સંતાનને અર્થાત્ સાચા અનુયાયીને શિયાળ જેવા કર્મો શું કરવાના હતા? એ તો જવા આવે છે, તેથી આત્મા હલકો થાય છે. મરણાંત સંકટમાં પણ જે ટકી રહે અર્થાત્ હું આત્મા છું. મને મરણ છે જ નહીં, તો મને ભય શાનો? એવી દ્રઢ શ્રદ્ધાથી જે આત્મભાવમાં ટકી રહે તે જ ખરેખરા ટેકના ધરનાર છે અર્થાત્ ખરી શ્રદ્ધાના ધારક છે. ૧ કાયા તણી દરકાર શી? જો શત્રુવટ સમજાય તો, કુળવંત કુળવટ ના તજે, શું સિંહ તરણાં ખાય જો? સર્વજ્ઞની સમજણ ગ્રહે તે મરણને શાને ગણે? ક્ષત્રિય જો વીર-હાક સુણે તો ચઢે ઝટ તે રણે. ૨ અર્થ - કાયા એટલે શરીર. એ મારા આત્મા માટે શત્રુનું કામ કરે છે. મારા આત્માને શરીરમાં મોહ કરાવી, તેને પોતાનું મનાવી, અહંભાવને દૃઢ કરાવે છે. દેહમાં આત્મબુદ્ધિ કરાવી

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351