Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 305
________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ માટે જ્ઞાનસ્વરૂપ એવો હું અવિનાશી આત્મા છું એમ મને માની સૌ સુખી થજો. હું દેહ નથી પણ આત્મા છું, તો આ દેહ પ્રત્યેનો સ્નેહ તમે સૌ ભુલી જજો. ૧૦ના જ્ઞાન-સ્વરૂપ મુજ ઉજ્જવળ કરવા, વીતરાગતા પ્રાપ્ત થ વ し " સત્પુરુષાર્થ કરીશ હવે હું રાગાદિક દોષો હણવા. વિપરીતતાવશ બહુ ભટક્યો હું ચાર ગતિમાં દેહ ધરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચ૨ણરૂપ સ્વરૂપ માન્યતા હવે કરી. ૧૧ અર્થ : ઃ– મારા આત્માનું જ્ઞાનસ્વરૂપ નિર્મળ કરવા તેમજ વીતરાગતા પ્રાપ્ત કરવા માટે હવે હું સર્વ રાગ દ્વેષાદિ કષાયભાવોને હણવાનો સત્પુરુષાર્થ કરીશ. દેહમાં આત્મબુદ્ધિ કરીને વિપરીતતાવશ હું ચાર ગતિમાં નવા નવા દેહ ધારણ કરીને બહુ ભટક્યો, પણ હવે સમ્યક્દર્શન, જ્ઞાન, ચરણરૂપ એટલે દેખવું, જાણવું અને સ્થિર થવું એ મારા આત્માનો સ્વભાવ છે એમ જાણી તેવી જ માન્યતા હવે હૃદયમાં ધારણ કરી છે. ।।૧૧।। ક્યાં મારી સર્વજ્ઞ દશા ને ક્યાં એકેન્દ્રિય ક્ષુદ્ર ભવો! કર્મભાવથી હું કંટાળ્યો, સર્વ કર્મનો ક્ષય કરવો; વીતરાગ-વચને હું જાગ્યો, સ્વજનો સર્વ, સહાય કરો, રાગ-દ્વેષથી જીવ હણાતો બચાવવા વૈરાગ્ય ધરો.’ ૧૨ ૩૦૧ અર્થ :– ક્યાં મારા આત્માની મૂળ સ્વરૂપે સર્વજ્ઞ દશા અને ક્યાં ઝાડપાન જેવા એકેન્દ્રિય ક્ષુદ્ર એટલે હલકા ભવોમાં જન્મ લેવો. હવે આવા કર્મ બંધાય તેવા ભાવથી હું કંટાળ્યો છું. હવે તો સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરવો છે. વીતરાગ પુરુષોના વચનથી મને આ જાગૃતિ આવી છે. માટે હે સ્વજન કહેવાતા કુટુંબીઓ! તમે મને મારી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરવામાં બધા સહાય કરો. રાગદ્વેષના ભાવોને લઈને અનાદિથી આ જીવ હણાતો આવ્યો છે, માટે તેને દુઃખથી બચાવવા સર્વે વૈરાગ્યને ધારણ કરો. ।।૧૨।। વગર હકે ધન-ધરતી કો'ના હોય દબાવ્યાં કપટ કરી, તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ધરી; વેર-વિરોધે વિમુખ રહેલા પ્રતિ પણ પ્રેમ સહિત કહે : “ભાઈ, ભૂલથી હૂઁભવ્યા તમને, ક્ષમા આપની પાર્ષી " ચ 3 " હ ૧ અર્થ ઃ– હક વગરનું કોઈનું ધન કે જમીન કપટ કરીને દબાવ્યા હોય તો માલિકને તે વિનયસહિત પાછા સોંપીને ખુશી કરે. વેર વિરોધથી કોઈ વિમુખ રહેલા હોય તેમના પ્રતિ પણ પ્રેમસહિત કહે કે ભાઈ, મેં તમને મારી ભુલથી દુભવ્યા છે માટે આ પાપી આપની પાસે તેની ક્ષમા

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351