Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 315
________________ સમાધિમરણ માટે ‘પ્રજ્ઞાવબોધ'માં આપેલ અદ્ભુત સમજણ ૩૧૧ છે. સંસાર ભ્રમણનું કારણ પણ કષાય છે એમ જાણીને સમજુ પુરુષો ક્રોધને શમાવે છે. તે સજ્જન પુરુષોની શિખામણ સાંભળી પોતાના થયેલા દોષોને ખમાવે છે. અને નવા દોષો ન થવા માટે પ્રતિજ્ઞા કરીને પોતાનું મસ્તક નમાવી ક્ષમા માગે છે. I૪૧ાા હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, ત્રણ વેદ, વળી સંજ્ઞા ભય, મૈથુન, આહાર, પરિગ્રહ-કુશ કરવા ધરજો પ્રજ્ઞા. રસ, ઋદ્ધિ, શાતા ગારવ ત્રણ, વેશ્યા અશુભ, વિભાવ ત જા રે ; વધતા ત્યારે કષાયતનને કૃશ કરી શુદ્ધ સ્વરૂપ ભજો. ૪૨ અર્થ:- હવે કષાયના કારણ એવા નવ નોકષાય વગેરેને દૂર કરવા જણાવે છે : હાસ્ય, અરતિ, રતિ, શોક, જુગુપ્સા, ભય, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ આ નવ નોકષાય, વળી ભય, મૈથુન, આહાર, પરિગ્રહ એ ચાર સંજ્ઞાને પાતળી પાડવા માટે તમારી પ્રજ્ઞાનો ઉપયોગ કરજો. પછી ત્રણ ગારવ. ગારવ એટલે ગર્વ. રસ ગારવ એટલે અમે તો બે શાક સિવાય ખાઈએ નહીં વગેરે, ઋદ્ધિ ગારવ એટલે મારા જેવી રિદ્ધિ કોની પાસે છે અને શાતા ગારવ એટલે મારે તો નખમાય રોગ નથી, મારે માથું પણ કોઈ દિવસ દુઃખે નહીં વગેરે ભાવો ત્યાગવા યોગ્ય છે. તથા લેશ્યા છ છે. કૃષ્ણ, નીલ, કપોત, પીત, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમની ત્રણ અશુભ લેશ્યા ત્યાગવા યોગ્ય છે. આ બધા વિભાવ ભાવો સમાધિમરણમાં બાધક છે. માટે ત્યાગભાવને વધારી કષાયરૂપી શરીરને પ્રથમ કૃશ કરી શુદ્ધ સહજાત્મસ્વરૂપની ભજના કર્યા કરો તો સમાધિમરણની પ્રાપ્તિ થશે. I૪રા. વિષય-કષાય પ્રબળ શત્રુસમ દુર્જય પણ ઍવ જીતે તો; સુલભ સમાધિ-મરણ બને છે, ખરેખરો શૂરવીર એ તો; વાસુદેવ વા ચક્રવર્તી પણ કષાય વશ નરકે જાતા, વિષય-કષાયો જીત્યા તેનાં યશગીત ગંધર્વો ગાતા. ૪૩ અર્થ - વિષયકષાય એ જીવના પ્રકૃષ્ટ બળવાન શત્રુ સમાન દુર્જય છે. છતાં તેને જીવ જો જીતે તો સમાધિમરણ કરવું સુલભ બને છે. એને જીતનાર ખરેખરો શૂરવીર છે. વાસુદેવ અથવા ચક્રવર્તીઓ પણ કષાયને વશ બની નરકે જાય છે. માટે વિષયકષાય જેણે જીત્યા તેના યશગીતો ગંધર્વો એટલે દેવલોકમાં સંગીત કરનાર દેવો પણ ગાય છે. ૪૩ના સાધક સંઘ કરે વૈયાવચ દે ઉપદેશ સુ-સંઘપતિ, વળી નિર્ધામક વાચક મુનિ દે સાધક મુનિને મદદ અતિ;

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351