Book Title: Samadhimaran
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 314
________________ ૩૧૦ સમાધિમરણ અર્થ :- ક્રોધ છે તે તપરૂપ પલ્લવ એટલે કૂંપળ અર્થાત્ નવાં ઉગેલાં કપરૂપ પાંદડાને ભસ્મ કરી દે, શુભકર્મરૂપી જળને શોષી લે છે. ક્રોધાદિ કષાયથી મનરૂપી નદી તે કાદવની ખાઈ બની જાય છે અને મનમાં કઠોરતા વ્યાપે છે. ક્રોધ પોતાના કે પરનો પ્રાણ ઘાત પણ કરાવે અને જૂઠ બોલવામાં પ્રેરણા આપે છે. ક્રોધ સપુરુષની આજ્ઞાને ભુલાવે છે અને પોતાના યશરૂપી ધનનો પણ નાશ કરે છે. ૩૮ાા પરનિંદા પ્રેરે, ગુણ ઢાંકે, મૈત્રી-મૂળ ઉખાડે છે, વીસરાવે ઉપકાર કરેલા, અપકારો વળગાડે છે; અનેક પાપ કરાવી જીવને કષાય નરકે નાખે છે, તેથી સુજ્ઞ ઍવો તો નિત્યે ઉપશમ-રસ ઉર રાખે છે. ૩૯ અર્થ - ક્રોધાદિ કષાયો જીવને પરનિંદામાં પ્રેરે છે, બીજાના ગુણોને ઢાંકે છે અને ક્રોધ કરી મૈત્રીના મૂળને ઊખેડી નાખે છે. કરેલા ઉપકારોને ભુલાવી અપકાર કરવામાં પ્રેરણા આપે છે. આ પ્રમાણે અનેક પાપો કરાવી કષાય ભાવો જીવને નરકમાં નાખે છે. તેથી સુજ્ઞ એટલે વિચારવાન જીવો તો નિત્યે ઉપશમરસ અથવા કષાયોને શમાવારૂપ શાંતરસને હૃદયમાં રાખે છે. //૩૯ાા પર વસ્તુમાં મમતા કરતાં કષાય-કારણ જાગે છે, તેથી ત્યાગ પરિગ્રહનો કરી, નિજ હિતમાં જીંવ લાગે વચન સહન ના થયું” પવન તે ક્રોધ-અનલ ઉશ્કેરે છે, પ્રતિવચન કૅપ ઇંધન નાખી સદ્વર્તન ખંખેરે છે. ૪૦ અર્થ :- હવે કષાય ઉદ્ભવવાના કારણ શું છે તે જણાવે છે :- જગતના પર પદાર્થોમાં મમતા એટલે મારાપણું કરવું તે કષાય જન્મવાનું કારણ છે. તેથી પરિગ્રહનો ત્યાગ કરીને સાધક પોતાના આત્મહિતમાં લાગે છે. જો વચન કોઈનું સહન ન થયું તો તે વચન પવન સમાન બની ક્રોધરૂપી અગ્નિને ઉશ્કેરે છે. તેમાં સામા વચન બોલવારૂપ લાકડા નાખી ક્રોધાગ્નિને વધારી પોતાનું સદ્વર્તન ખંખેરે છે અર્થાત્ પોતાનું પોત બતાવી આપે છે કે મારા કષાયો ઘટ્યા નથી. ૪૦ના સાથે સમ્યક્ દર્શન ખોવે, પાપબીજ ઑવ વાવે છે, ભવ-ભ્રમણે કારણ એ જાણી, સમજુ ક્રોધ શમાવે છે; સજ્જનની શિખામણ સુણે, થયેલ દોષ ખમાવે છે, દોષો તજવા કરી પ્રતિજ્ઞા, મસ્તક નિજ નમાવે છે. ૪૧ અર્થ - કષાયના પ્રવર્તનથી જીવ સમ્યદર્શનને પણ ખોઈ નાખી પાપના બીજ વાવે

Loading...

Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351