________________
८४
સમાધિમરણ
મોટું મોહનીય નામનું સ્થાન છે, કે જેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમની જ્ઞાની પુરુષોએ વર્ણવી
છે. એટલી સ્થિતિ સુધી તો તેને ધર્મ ઉદયમાં ન આવવા દે. ત્યારે હવે કાંઈ વિચાર આવે છે?” સ્ત્રી પુત્રાદિમાં ઉપયોગ રહે છે તેવો ઘર્મમાં નથી
અને ઇચ્છે છે કલ્યાણ, તે કેમ બને?
“સ્ત્રી આદિ પ્રકારમાં કાંઈ કહેવા કરવામાં સચેત ઉપયોગ લેવામાં આવે છે, તેવો ધર્મ આરાધન પ્રત્યે કેમ નથી લેવાતો? તમારા હાથે તમે શું કરી શક્યા છો? નથી ધર્મ કર્યો, નથી ધર્મમાં વાપર્યું કે નથી ધર્મમાં ખરચ્યું. તો પછી આ જીવ કઈ યોનિમાં જશે? કદાપિ ધર્મ નામે તમે કર્યું હશે તો તે પણ તમે લોક સંજ્ઞાએ કર્યું. કારણ કે પૂર્વાનુપૂર્વે જગતને રૂડું લગાડવા જેમ જગત કરે છે તેમ તમે કર્યું છે. એથી તમે તમારા આત્માનું હિત શું કર્યું? અને તે કેમ થાય
એ વિષે પૂછવાની ઇચ્છા થતી હોય તો કીલાભાઈને પૂછી જોજો. કહેવાની મતલબ એવા ભાવાર્થની છે કે જીવને સચેત ઉપયોગ સ્ત્રીઆદિ પદાર્થોમાં રહી શકે છે તેવો ઉપયોગ ધર્મમાં નથી રહેતો અને જીવ શ્રેય થવું ઇચ્છે છે એ કેમ બને?
સંસારને સેવવાનાં સાધન કરવાં, તેમાં રહેવું, તેને ઉપાર્જન કરવાના પર્યટનમાં પડવું અને મોક્ષની ઇચ્છા રાખવી એ તે બનતું હશે કે નહિ? એવી વાતનો જો ઉપયોગ રાખી યથાર્થ વિચાર કરવામાં કાળ વ્યતીત કરશો તો તમારું ઘણું જ દુઃખ નાશ પામશે.”
ઔષઘ આદિ પરમાર્થ કારણે લે તો જીવવાની આટલી ઇચ્છા રહે નહીં
જીવને ઔષધોપચાર કરવા કે પરેજી પાળવી એ પણ એક દેહને માટેનું કારણ છે. જે ઔષધ ખાવાનું બને છે તે જીવવાની કે શરીરના મોહના કારણથી બને છે. પરમાર્થ કારણથી એમાનું કંઈ થતું નથી. જો પરમાર્થ કારણથી થતું હોય તો તે જીવને આટલી બધી જીવવાની ઇચ્છા ન રહે. પ્રારબ્ધ જે કંઈ હોય તે શમ વિષમભાવથી રહિતપણે ભોગવવા ઉપર દ્રષ્ટિ રહે.”
- હવે અલ્પ સમયના મેમાન છો માટે સ્ત્રી પુત્રાદિનો મોહ છોડી દો.
“જે જે વખતે તમોને જ્ઞાની પુરુષનો સમાગમ થયો છે તે તે વખતે અથવા પાછળથી શ્રીજીના પવિત્ર પત્રથી જેને કાંઈ બોધ થયો છે એમાં કોઈ એવી વાત નથી આવતી કે સંસાર ભોગવવો કે અજ્ઞાનતાનું સેવન કરવું કે મોહાદિમાં પડવું; મૂઢતા રાખવી એવું ક્યારે પણ કહેવામાં આવ્યું નથી. તો અત્યારે હવે તમારી શરીર સ્થિતિ જોતાં અલ્પ વખતના જ મેમાન છો એવું એક જ્ઞાનધારાએ પણ માનીને જેમ બને તેમ, જે ઉપર જણાવ્યા તે પ્રકારોથી ભયરહિત થવાય તો આ જીવનું