________________
‘ઉપદેશામૃત’માંથી પ.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ
અનુસરતાં રહે. ભેદ પડ્યો હોય એટલે પોતે વેદનાદિથી જુદો છે એમ રહે અને બીજા બોલાવતા હોય તે ય સાંભળે, પણ પોતાની ગતિ સુધારવાના પ્રયત્નમાં તે હોવાથી સગાંવહાલાં બોલાવે તો ય ન બોલે એ કોઈ આત્માને મદદ કરી શકે તેમ નથી એમ તે જાણે છે. તેથી જે સાચું શરણ કે સત્પુરુષે આપેલું સ્મરણ તેમાં જ તેનો ઉપયોગ રાખવા તે પ્રયત્નશીલ હોય. સૌભાગ્યભાઈએ અંત વખતે અંબાલાલને જણાવ્યું હતું કે અંબાલાલ, સૌભાગ્યને બીજું ધ્યાન ન હોય, પણ તમે મંત્ર સ્મરણ મોટેથી બોલો છો તેમાં, મારે મારો તાર જોડાયો હોય તેમાંથી વિક્ષેપ પામીને જોડાવું પડે છે.’’ (ઉ.પૃ.૩૧૮)
સ્મરણ મંત્રનો કરેલ અભ્યાસ અંત સમયે કામ આવશે
૯૫
મુનિ મોહનલાલજી—પ્રભુ, મરણ
વખતે કોઈ જીવને ખબર પડે કે કોઈને ન
પણ પડે. પણ તે વખતે શું અવશ્ય કરીને
કરી લેવું ઘટે છે ? શી વાતમાં ઉપયોગ જોડવો જોઈએ ? શું લક્ષ રાખવો જોઈએ ? પ્રભુશ્રી–પ્રશ્ન બહુ સારો કર્યો છે. સત્ય વાત તો જ્ઞાની જાણે; પણ આપણે તો મતિમાં આવે તે વિચારમાં લેવા માટે તે વાત ધ્યાનમાં લઈએ.
રાક્ષસી વિદ્યાઘરનું દૃષ્ટાંત– હમણાં વંચાય છે તેમાં એક વાત છે. રાક્ષસવિદ્યા સાધીને એક વિદ્યાધરે એક બેટનું આખું ગામ ઉજ્જડ કરી નાખ્યું, ત્યાં ત્રણ વણિકપુત્રો વહાણ લઈ આવી ચઢ્યા. તેમાંનો એક અંદર શહેરમાં ગયો પણ કોઈ જણાયું નહીં; માત્ર એક રાજકુંવરી હતી. તેની મારફતે તેણે બધી વાત જાણી. ત્યાં એક તરવાર હતી તે તેણે લીધી અને જ્યારે રાક્ષસીવિદ્યાધર આવ્યો ત્યારે તરવારથી તેને મારી નાખ્યો. મરતાં મરતાં તે નવકારમંત્ર બોલ્યો.
તેથી તે શ્રાવકપુત્રને પસ્તાવો થયો કે મેં મારા ધર્મબંધુનો જ ઘાત કર્યો. તેણે તેની પાસે ક્ષમા માગી. તેણે કહ્યું કે ક્રોધને વશ થઈને મેં આ બધું નગર ઊજાડી મૂક્યું છે, પણ હું શ્રાવક છું. ક્રોધનાં ફળ માઠાં છે એમ જિવેંદ્રદેવે કહ્યું છે તે ખરું છે.
કહેવાની મતલબ એ હતી કે આવાં પાપ કર્મ કરનારને પણ છેવટે મરતાં મરતાં ય જે શ્રદ્ધા હતી તે પ્રમાણે સ્મરણ કરવાનું સૂઝ્યું. તો પહેલેથી પુરુષાર્થ કરી મૂક્યો હશે તે છેવટે કામમાં લાગશે.’ (ઉ.પૃ.૩૩૫)
ફિકરના ફાકા મારી ભક્તિ અને આત્મભાવનામાં મંડ્યા રહો