________________
૧૨૨
ગમે તેટલું ઘન, કુટુંબાદિ હોય પણ મરી ગયા પછી આમાનું કાંઈ નથી
ભોજરાજાનું દૃષ્ટાંત–ભોજરાજાને એક સમયે પોતાનાં નશ્વર સુખોની સ્મૃતિ થવાથી દેહાભિમાન જાગ્રત થયું અને આનંદમાં આવી જઈ વિચારવા લાગ્યા કે અહો! મારી પાસે મનોહર યુવતીઓ છે; મિત્રો પણ મને અનુકૂળ રહીને વર્તે છે; બંધુ-બાંધવો સદ્ભાવના ધરાવનારા છે; નમ્ર અને વિનયયુક્ત વાણી બોલનારા આજ્ઞાપાલક સેવકો છે; ગજશાળામાં અને અશ્વશાળામાં અનેક હાથી-ઘોડાઓ શોભી રહ્યા છે’ વગેરે વિચાર કરતાં તેઓ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા હતા.
ਕਲਿ
સમાધિમરણ
D
चेतोहरा युवतयः सुहृदोऽनकूलाः । सद्बान्धवाः प्रणतिगर्भगिरश्च मृत्याः ॥ वल्गन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गः ।
"
13
આનંદ પ્રમોદમાં સમય વ્યતીત કરતાં તેમણે ઉપર જણાવેલા આશયને વ્યક્ત કરતો એક શ્લોક દિવાલ ઉપર આ પ્રમાણે લખવાની શરૂઆત કરી–
શ્લોકના ત્રણ પદો લખ્યા પછી છેલ્લું ચોથું પદ લખવા માટે વિચાર કરતાં કરતાં ભોજરાજા નિદ્રાધીન થઈ ગયા.
એટલામાં કમભાગ્યે નિર્ધનાવસ્થાને પ્રાપ્ત થયેલો એક વિદ્વાન પુરુષ રાજમહેલમાં ચોરી કરવાના હેતુથી અંતઃપુરમાં દાખલ થયો. ચોરી કરવા માટે આવેલો તે પુરુષ વિદ્વાન અને સંસ્કારી