________________
૮૯
ઉપદેશામૃત'માંથી ૫.ઉ.પ્રભુશ્રીજીનો સચોટ ઉપદેશ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બધામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે. માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ, ભાવ, રુચિ, પ્રીતિ વધારી હશે તે જ કામ કરશે.” (ઉ.પૃ.૩૯૨) મંત્રનું સ્મરણ કરવું એ જ શરણરૂપ છે
હેમપ્રભદેવનું દ્રષ્ટાંત-“પ્રથમ દેવલોકમાં હેમપ્રભ નામનો એક દેવ હતો. એક દિવસ તેણે કેવળી ભગવંતને પૂછ્યું : હે ભગવંત! મારો બીજો ભવ કેવો થશે? ભગવંતે કહ્યું : તારો બીજો જન્મ જંગલમાં વાનરરૂપે થશે. ત્યાં મહાકષ્ટ ધર્મની પ્રાપ્તિ થશે. મુનિની વાણી સાંભળીને દેવે તરત જ તે વનમાં જઈ પોતાને બીજા ભવમાં શીધ્ર ધર્મબોધ થાય તે માટે એક શીલા ઉપર નવકારમંત્ર કોતરી દીધો. જ્યારે દેવભવનું આયુષ્ય પુરું કરી તે વાનરરૂપે થયો, ત્યારે શીલા ઉપર કોતરેલો તે
નવકારમંત્ર જોઈને તેને જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યુ. તેથી અનશન કરીને ફરી તે દેવગતિને પામ્યો. પછી તે દેવે પોતાનો ભાવિ જન્મ પણ સફળ થાય તે માટે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર નિર્માણ કરાવ્યું અને પછી મનુષ્યભવ પામી આરાધના કરીને પોતાના આત્માનું કલ્યાણ કર્યું.”
(સચિત્ર નવકારમાંથી) આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે “હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ.