________________
સમાધિમરણમાં બળ મળે એવા પરમકૃપાળુદેવના પત્રો
૭૧
થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે, અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશ દશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (વ.પૃ.૪૩૬) સંગમે અનંત સંસાર વધાર્યો તેથી
ભગવાનના આંખમાં આંસુ
શ્રી મહાવીર સ્વામીને સંગમ નામે દેવતાએ બહું જપ્રાણત્યાગ થતાં વાર ન લાગે તેવા પરિષહ દીધા, ત્યાં કેવી અદ્ભુત સમતા! ત્યાં તેઓએ વિચાર્યું કે જેનાં દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણ થાય છે! આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયાં. કેવી અદ્ભુત સમતા! ” (વ.પૃ.૬૯૧)
નિયમ લઈ સ્વેચ્છાએ વર્તવું તેથી મરણ શ્રેષ્ઠ “જ્યાં સુધી આત્મા સુદ્રઢ પ્રતિજ્ઞાથી વર્તે નહીં, ત્યાં સુધી આજ્ઞા કરવી ભયંકર છે.
જે નિયમોમાં અતિચારાદિ પ્રાપ્ત થયાં હોય તેનું યથાવિધિ કૃપાળુ મુનિશ્રીઓ પ્રત્યે પ્રાયશ્ચિત ગ્રહણ કરી આત્મશુદ્ધતા કરવી યોગ્ય છે, નહીં તો ભયંકર તીવ્ર બંધનો હેતુ છે. નિયમને વિષે સ્વેચ્છાચાર પ્રવર્તન કરતાં મરણ શ્રેય છે, એવી મહત્પરુષોની આજ્ઞાનો કાંઈ વિચાર રાખ્યો નહીં; એવો પ્રમાદ આત્માને ભયંકર કેમ ન થાય?” (વ.પૃ.૬૫૪)
પરને ભૂલી સ્વમાં રહેવું એ જ મુખ્ય સમજવાનું છે “સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવું' એ જ મુખ્ય તો સમજવાનું છે. બાલજીવોને સમજવા સારુ સિદ્ધાંતોના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરુષોએ કર્યું છે.
કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે.” (વ.પૃ.૯૯૫) લોકોને સારું દેખાડવાનો ઇચ્છક સદા દુખી, આત્મશાંતિનો ઇચ્છક સદા સુખી
લોકસંજ્ઞા જેની જિંદગીનો ધૃવકાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબ પરિવારાદિ યોગવાળી હોય તોપણ તે દુઃખનો જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીનો ધૃવકાંટો છે તે