________________
સમાધિમરણ
કંઈ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય, જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક ખમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એજ વિનંતિ.” (વ.પૃ.૬૦૪) શરીર અને વસ્ત્ર જેમ જુદું તેમ દેહ અને આત્મા જુદા
૫૪
CO
“જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ દ્વંદ્રનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે.
દેહ પ્રત્યે જેવો વસ્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહત્પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” (વ.પૃ.૬૨૦)
વેદનાનો ઉદય શાંતભાવે વેદે તો બળવાન કર્મની નિર્જરા થાય
“યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે. ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળદૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદૃઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદયસંપ્રાપ્ત થતાં ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનવૃષ્ટિ જીવો ખેદથી વેદે તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જાતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંતભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય