________________
પર
સમાધિમરણ
વાગ્યે બોધનું કામ પૂરું કરી, દરરોજની જેમ જંગલ જઈ આવી, હાથપગ ધોઈ, રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ કાયોત્સર્ગધ્યાનમાં ઊભા રહ્યા. તે જ કાયોત્સર્ગ મુદ્રામાં સ્વરૂપમગ્ન બની પરમ કૃપાળુદેવના શરણે જ આ નશ્વર દેહનો ત્યાગ કરી તેઓશ્રીએ અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું. ***
શ્રીમદ રાજચંદ્ર
વર્ગ માં પહેલો
===
* ગર
:
Rાન અને -
સમાધિમરણ કરવામાં બળ મળે એવા પરમકૃપાળુદેવના
પત્રોમાંથી લીધેલ અવતરણો
એકવારના સમાધિમરણથી સર્વકાળના દુઃખ નાશ “૧૧. તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. ૧૨. એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળના અસમાધિમરણ ટળશે.” (વ. પૃ.૧૬૫)
દેહ આત્માર્થે ગળાય તો આત્મવિચાર જન્મ પામે “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ.” (વ.પૃ.૫૫૮)
દેહ અને આત્મા સર્વથા ભિન્ન