________________
૫૮
સમાધિમરણ અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (વ.પૃ.૬૨૬) અબુઘ મનુષ્યો પણ મંત્રથી કલ્યાણને
પામ્યા. શિવભૂતિનું દૃષ્ટાંત- શિવ-ભૂતિ નામનો કોઈ નિકટભવી પરમ વૈરાગ્યવાન જીવ ગુરુ પાસે દીક્ષા પામી મહાન તપશ્ચર્યા કરવા
લાગ્યો. પરંતુ ગુરુ પાસે શાસ્ત્ર ભણવા જેટલો કે ભણે તો ધારણા કરવા જેટલો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તેને નહોતો. તેથી ગુરુએ તેને “મા રુષ, મા તુષ', એટલા શબ્દો
જ મંત્રરૂપે આપ્યા.
આ શબ્દો તે ગોખવા લાગ્યો. ગોખતાં ગોખતાં તે પણ શુદ્ધ ન રહ્યા, પણ “માષ તુષ” યાદ રહ્યું તે ગોખવા લાગ્યો. કોઈવેળા એક સ્ત્રીને સૂપડા વડે અડદને ઉપસતાં જોઈ તેને પૂછ્યું, કે તું શું કરે છે? બાઈએ કહ્યું હું “માષ તુષ ભિન્ન કરું છું. એટલે અડદ અને છોડા જુદા કરું છું.
આ સાંભળી તેના ચિત્તમાં એમ અર્થ ખુર્યો