________________
૯૪
સમાધિમરણ
ઔષધિ કોઈ જોવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે.
બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો.” (વ.પૃ.૭૭૮)
“મૃત્યુનું આવવું અવશ્ય છે.” (વ.પૃ.૪૬૧) “જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઇચ્છવા યોગ્ય છે.” (વ.પૃ.૧૫૮)
આત્માના વિભાવભાવ તે જ મુખ્ય મરણ છે “વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષવિષાદ ઘટે નહીં. આત્મપરિણામનું વિભાવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવસમ્મુખતા, તથા તેની દૃઢ ઇચ્છા પણ તે હર્ષવિષાદને ટાળે છે.” (વ.પૃ.૪૬૮)
“સમભાવથી મૃત્યુને જોઉં.” (વ.પૃ.૧૪૦)
“જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ.” (વ.પૃ.૫૦૪)
પોતાનું મરણ નક્કી છે છતાં જીવ ભૂલી જાય છે માટે વારંવાર કહ્યું
પશુની જાતિના શરીરોનાં દુઃખ પ્રત્યક્ષ જુએ છે, જરા વિચાર આવે છે અને પાછો ભૂલી જાય છે. પ્રત્યક્ષ લોક જુએ છે કે આ મરી ગયો, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા દ્રઢ કરવા સારું વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તો પરોક્ષ છે અને આ તો પ્રત્યક્ષ છે પણ જીવ પાછો ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે.” (વ.પૃ.૭૩૫)
પરમાં આસતિના કારણે પોતાના મરણને ભૂલે એ મોટું આશ્ચર્ય
કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે.” (વ.પૃ.૪૫૧) સમયે સમયે આયુષ્યનું ઘટયું તે સમયે સમયે મરણ
કહેવાય
બીજો પ્રશ્ન-“જીવ સમયે સમયે મરે છે તે કેવી રીતે સમજવું? તેનો ઉત્તર આ પ્રમાણે વિચારશો :
જેમ આત્માને સ્થળ દેહનો વિયોગ થાય છે, તેને મરણ કહેવામાં આવે છે,