________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
૩૩
સમ્યક દર્શન અને સમાધિ-મરણ કરાવનાર છે એમ મારી માન્યતા આપના પૂછવાથી જણાવી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બોધામૃત-૩ પૃ.૭૨૪)
પ્રભુ પ્રત્યેનો પરમપ્રેમ સર્વ દોષોને ટાળી પદાર્થનો નિર્ણય કરાવનાર છે
શ્રી જીવણશેઠનું દૃષ્ટાંતવિશાળા નગરીમાં એક શેઠ હતા. તેમનું જીવણશેઠ નામ હતું. તેમને પ્રભુ પ્રત્યે અત્યંત પ્રેમ હતો, ભક્તિ હતી.
ભગવાન મહાવીર પ્રભુએ છબસ્થ અવસ્થામાં ચોમાસી તપ કરેલું, પણ તેઓ, પોતે શું તપ કર્યું છે તે કોઈને કહેતા નહીં. તેથી દરરોજ જીરણશેઠ વીરપ્રભુને પોતાને ત્યાં વહોરવા માટે પધારવા વિનંતી કરી આવતા.
આમ કરતાં કરતાં ચાર મહિના વીતી ગયા એટલે શેઠે વિચાર્યું કે નક્કી ભગવાને ચૌમાસી તપ કર્યું હશે, માટે આજે ચોમાસું પૂર્ણ થવાથી ચોમાસી તપ પણ પૂર્ણ થશે અને પ્રભુ મારી વિનંતી સ્વીકારી જરૂર મારે ત્યાં વહોરવા પધારશે પછી પ્રભુને હું ઘરમાં પધરાવીશ પછી તેમને
ઉત્તમ ભોજન અને જળ વડે પારણું કરાવીશ, પછી તેમની પાસે વ્રત ગ્રહણ કરીશ ઇત્યાદિ અનેક મનોરથની શ્રેણિ પર આરૂઢ થઈને બારમા દેવલોકને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરી લીધું.
તેવામાં ભગવાન સહજે પૂરણ શેઠને ત્યાં ભિક્ષા માટે પધાર્યા. શેઠના ઘરે સમય થતા સૌ જમી રહ્યાં હતા, તેથી કાંઈ અન્ન નહીં હોવાથી થોડા બાકી રહેલા અડદના બાકળા તેમને વહોરાવ્યા. તે દાનના પ્રભાવથી ત્યાં પંચ દિવ્ય થયા.
તે વખતે દેવ દુંદુભિનો શબ્દ સાંભળીને જીરણશેઠની ભગવાન
પ્રત્યેની પ્રેમની ધારા તૂટી અને વિચારવા લાગ્યા કે “મને ધિક્કાર છે, હું અધન્ય છું કે મારે ઘેર પ્રભુ પધાર્યા નહીં એમ વિચારતાં તેના ધ્યાનનો ભંગ થયો. દેવદુંદુભિનો શબ્દ ન સાંભળ્યો હોત તો ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટ થાત. એવા શ્રી જીરણશેઠના ભાવ હતા. - ઉ.પ્રા.ભા.ભાગ-૧ના આધારે
આપણે પણ સમાધિ મરણ કરવું હશે તો સંસારનો પ્રેમ ઘટાડી એવો પ્રેમ પ્રભુ પ્રત્યે થશે ત્યારે સમાધિમરણ થશે.” કવિ શ્રી સુંદર-દાસજી ભક્તિ વિષે લખે છે :
"प्रेम लग्यो परमेश्वर सों तब, भलि गयो सिगरो घरु बारा । ज्यों उनमत्त फिरे जितही तित, नेक रही न शरीर संभारा ।। श्वास उसास उठे सब रोम, चले दृग नीर अखंडित धारा ।
સુંવર હોન રે નવધા વિધિ, છા િપ રસ પી મતવાર ” -પ્રવેશિકા (પૃ.૪૧) અર્થ:–જ્યારે પ્રભુ સાથે પ્રેમ લાગે ત્યારે તે પોતાના ઘરબાર બધાને ભૂલી જાય છે. જેમ