________________
સમાધિમરણ કરેલ ઉત્તમ મહાપુરુષોના દ્રષ્ટાંતો
૩૯
પૂ.શ્રી સોભાગભાઈનું થયેલ ઉત્તમ સમાધિમરણા શ્રી સોભાગભાઈના દેહત્યાગ સમયની સ્થિતિની વિગત શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ ઉપર પત્ર લખ્યો છે તેમાં લખે છે તે આ પ્રમાણે –
“અંત સમયે શ્રી સોભાગભાઈની જેમ જેમ દુઃખની વિશેષતા વધતી ગઈ તેમ તેમ આત્માની શુદ્ધ તારતમ્યતા વધતી ગઈ. ગુરુવારે સવારે મેં ‘સહજાત્મસ્વરૂપ” સ્વામીનું સ્મરણ આપવા માંડ્યું. ત્યારે પોતે કહ્યું કે હવે મને બોલાવીશ નહીં અને કંઈ કહીશ નહીં. આ સોભાગને બીજો ઉપયોગ હોય નહીં.
દશ વાગતાં માથા-શ્વાસ થયો. અત્યંત પીડા છેવટના વખતની પોતે ભોગવવા માંડી. તેથી દશ અને અડતાલીશ (૧૦ ને ૪૮) મીનીટે મારા મનમાં એમ થયું કે વધારે દુઃખની સ્થિતિમાં રખેને આત્મઉપયોગ ભૂલી ગયા હોય એમ ધારી, ધારશીભાઈની સલાહ લઈ મેં ‘સહજાત્મસ્વરૂપ સ્વામી” એવું એક, બે અને ત્રણ વાર નામ દીધું એટલે પોતે બોલ્યા “હા, એ જ મારું લક્ષ છે. મારે તને કેટલોક ઉપદેશ કરવાની ઇચ્છા છે પણ વખત નથી.” હું સમાધિભાવમાં છું. તું સમાધિમાં રહેજે. હવે મને કાંઈ કહીશ નહીં. કારણકે ઉપયોગ ચૂકી જવાથી ખેદ રહે છે. એટલા વચન પોતે બોલ્યા કે સર્વ કુટુંબ પરિવારે ત્રિકરણયોગથી નમસ્કાર કર્યા કે તુરત પોતે ડાબું પડખું ફેરવ્યું અને ૧૦ ને ૫૦ મીનીટે પોતે દેહનો ત્યાગ કર્યો.”
એક ભવ કરીને તો અવશ્ય મોક્ષ “ચાર દિવસ ઉપર-રવિવારના દિવસે ભાઈ ચુનીલાલે સોભાગભાઈને પૂછ્યું કે આપે ભવનું