________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દ્રઢતા રાખી પ્રેમ ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ-ભેદ સુ ઉર બસેં,
વહ કેવળકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” લોકરંજનનો માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો તો સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મોક્ષમાર્ગસાધક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” (બો.૩ પૃ.૫૧૫)
મરણ પહેલાં તૈયારી કરી મૂકવી ક્ષણે ક્ષણે જીવ મરી રહ્યો છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવ-મરણે, કાં અહો! રાચી રહો ?” ભગવાને કહ્યું છે કે સમર્થ ગોમ મ પના, તો ક્ષણે ક્ષણે મૃત્યુને સંભારવા યોગ્ય છે. જો આમ મરણની તૈયારી કરી હશે તો કામ લાગશે, આખરે આવીને હાજર થશે. અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલાં તૈયારી કરી મૂકવી અને મરણ સમયે તો અવશ્ય તેમ કરવું. વળી કર્મની ગતિ વિચિત્ર છે ! શ્રેણિકરાજા અને કૃષ્ણ મહારાજ પણ ક્ષાયિક સમકિતના ધણી હતા, અને મરણ વખતે પણ ભગવાનનું કહેલું અન્યથા ન થાય એમ માનતા હતા. મારનાર જરાકુંવરને શ્રીકૃષ્ણે કહ્યું કે જા, જતો રહે; નહીં તો બળદેવ આવીને તને મારી નાખશે. પણ તે જ્યારે દૂર ગયો કે વેશ્યા ફરી, વિચાર થયો કે અનેક સંગ્રામમાં ન હારેલો તેને મારીને દુશ્મન એમ ને એમ જાય છે ! આ વિચાર આવ્યો. ગતિ પ્રમાણે મતિ થઈ કે મતિ પ્રમાણે ગતિ થઈ, જે કહો તે. પૂર્વે નરક આયુષ્ય બાંધ્યું હતું, તેવી લેશ્યા આવીને ખડી થઈ.” (ઉ.પૃ.૩૩૬)
પાંચ વર્ષ પછી કાળા પાણીની સજા એક રાજાનું દ્રષ્ટાંત-એક નગરમાં એવો નિયમ હતો કે કોઈને રાજા બનાવે પણ પાંચ વર્ષ થાય એટલે તેને કાળે પાણી મોકલી દે. કાળા પાણીની સજા ભોગવવા જ્યાં ભયંકર જંગલમાં સિંહ વગેરે હોય ત્યાં મોકલે. તેમ મનુષ્ય દેહ છે તે એક નગર સમાન છે. પાંચ વર્ષનું રાજ્ય તે ૫-૬૦ વર્ષનું આયુષ્ય સમજવું. તેમાં આ જીવ આનંદ માને છે; પણ જ્યારે કાળા પાણી સમાન નરક નિગોદાદિમાં જઈને પડવું પડશે ત્યારે તે રાજાની સમાન વિલાપ કરશે. ત્યાં એક હોશિયાર રાજા આવ્યો. તેણે તો જ્યાં પાંચ વર્ષ પછી જવાનું છે ત્યાં અહીં કરતાં પણ વિશેષ સુખ સામગ્રી વસાવી દીધી અને અહીંના સુખવિલાસમાં તે ન પડ્યો. જ્યારે કાળા પાણી સમાન જંગલમાં તેને મોકલવાનો સમય આવ્યો ત્યારે વાજતે ગાજતે હર્ષપૂર્વક ત્યાં ગયો. કેમકે ત્યાં નવા મહેલ વગેરે બધું બનાવી લીધું હતું.
તેમ મુમુક્ષુ જીવ અહીં પ-૫૦ વર્ષ જીવવાનું છે તેમાં તદાકાર ન થાય, પાંચ ઇન્દ્રિયના સુખમાં લીન ન થાય. અહીંયા કેટલું જીવવાનું છે? એ ટૂંકા આયુષ્યમાં અહીંનો વખત તો ગમે તેમ કાઢી લઈશું, પણ ભવિષ્યમાં તો અનંતકાળ જીવવાનું છે. તેથી આ ભવમાં પરભવની તૈયારી કરવી. શું તૈયારી કરવી? તો કે વિષય કષાયની મંદતા કરે, પરિગ્રહને ઓછો કરે, સપુરુષની ભક્તિ કરે, સત્સંગ કરે અને આત્મશ્રદ્ધાને દ્રઢ કરે તે સમાધિમરણની તૈયારી છે અને જ્યારે મરણ આવે ત્યારે આનંદ માને છે અને વિચારે છે કે જો આ મરણ ન હોય તો આ સડેલા શરીરમાંથી કોણ છોડાવે ? માટે મૃત્યુ તો મહોત્સવ છે. એવા જીવો સમાધિમરણ કરીને દેવલોકમાં જાય છે. વધારે પુણ્ય હોય તો ઇન્દ્ર થાય. ત્યાં પણ ઇન્દ્રિય સુખને તુચ્છ ગણે છે; ઉપાદેય માનતા નથી. તેના ફળસ્વરૂપ ત્યાંથી ચ્યવને ઉત્તમ કુળમાં જન્મે છે. પુણ્ય પ્રબળ હોય તો ચક્રવર્તી થાય, તીર્થંકર