________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
૨૯
દ્વેષભાવથી કૂતરીનો અવતાર આવ્યો
કુંતલા રાણીનું દૃષ્ટાંત—“અવનીપુરમાં જિતશત્રુ નામે રાજાને કુંતલા નામે પટ્ટરાણી હતી. તે અર્હત ધર્મમાં નિષ્ઠાવાળી હતી. તેના ઉપદેશથી તેની બીજી સપત્નીઓ (શોક્યો) પણ ધર્મવાળી થઈ હતી. તે બધી કુંતલાને બહુ માન આપતી હતી. એક વખતે
બીજી સર્વ સપત્નીઓએ જિનેશ્વર ભગવંતના નવીન ચૈત્ય કરાવ્યાં; તે જોઈ અત્યંત મત્સરભાવવાળી કુંતલાએ પોતાનો જિનપ્રસાદ તેમનાથી વિશેષ ભવ્ય કરાવ્યો. તેમાં પૂજા નાટ્ય વગેરે પણ વિશેષપણે કરાવવા લાગી અને સપત્નીઓના પ્રાસાદ ઉપર દ્વેષ
રાખવા લાગી. સરલ હૃદયની સપત્નીઓ તો તેના કાર્યની નિત્ય અનુમોદના
કરવા લાગી.
કુંતલા એ પ્રમાણેના મત્સરભાવમાં ગ્રસ્ત થઈ સતી દુદૈવયોગે કોઈ સખત વ્યાધિ ઉત્પન્ન થવાથી મૃત્યુ પામી અને ચૈત્યપૂજાના દ્વેષથી કૂતરી થઈ. પૂર્વના અભ્યાસથી પોતાના ચૈત્યના દ્વાર આગળ જ બેસી રહેવા લાગી.
એક વખતે કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા, તેમને કુંતલાની સપત્નીઓએ પૂછ્યું–‘કુંતલા કઈ ગતિમાં ગઈ છે?’ જ્ઞાનીએ જે યથાર્થ હતું તે કહ્યું. તે સાંભળી તે રાણીઓને સંવેગ ઉત્પન્ન થયો. પછી પેલી કૂતરી થયેલી કુંતલાને તેઓ સ્નેહથી ખાવાનું આપતી સતી કહેવા લાગી કે ‘હે પુણ્યવતી બહેન ! તેં ધર્મિષ્ઠ થઈને વ્યર્થ દ્વેષ શા માટે કર્યો કે જેથી તને આવો ભવ પ્રાપ્ત થયો ?’ આ પ્રમાણે રોજ સાંભળતા કુંતલાને જાતિસ્મરણજ્ઞાન થયું, તેથી તે પરમ વૈરાગ્ય પામી પ્રભુની પ્રતિમા સન્મુખ પોતાનું પાપ આલોચી અનશન અંગીકાર કરી મૃત્યુ પામીને વૈમાનિક દેવી થઈ. તેથી હે વત્સ! ઉત્તમ કાર્ય કરીને તે સંબંધી મત્સરભાવ કરવો નહીં.'’ (ઉ.પ્ર.ભા.ભા.૩ પૃ.૧૩૧)
“એક કનક અરુ કામિની, દો મોટી તરવાર;
ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર.” શ્રી બૃહદ્ આલોચના અર્થ :–કનક એટલે સોનુ અથવા ધન અને કામિની એટલે સ્ત્રી પ્રત્યેનો પ્રેમ એ બે મોટી તલવાર જેવો છે. તે ભગવાન પ્રત્યે પ્રેમ કરવા જતાં વચમાં જ એને મારી નાખે છે.
જૈસી પ્રીતિ હરામકી, તૈસી હર ૫ર હોય;