________________
૨૭
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ શબ્દ થતો સાંભળ્યો. શ્રીકૃષ્ણે કહ્યું કે અર્જુન વનમાં જાય કે નગરમાં જાય પણ એનું ચિત્ત મારામાં જ છે. ઊંઘમાં પણ એને એ જ છે, ભુલાતું નથી.
એવો કૃપાળુદેવ પર પરમપ્રેમ કરવાનો છે. રોમેરોમે કૃપાળુદેવ સાંભરે એવું કરવાનું છે, ભૂલાય નહીં એવું કરવાનું છે. રોમેરોમે ભક્તિ કરવાની છે.” (બો.૧ પૃ.૪૫૬)
એવો જ પરમ પ્રેમ પરમકૃપાળુદેવ પ્રત્યે પૂજ્યશ્રી બ્રહ્મચારીજીને હતો. તેથી જ ૨ એ જ મ દિ ૨ મા પરમકૃપાળુદેવના ચિત્રપટ સામે ઊભા ઊભા ધ્યાનમુદ્રામાં દેહત્યાગ કરી ઉત્તમ ગતિને પામ્યા. “સથુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ'
“દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની
શ્રદ્ધાને જૈનમાં સમ્ય-કુત્વ કહ્યું છે. માત્ર ગુરુ અ-સત્ હોવાથી દેવ અને ધર્મ-નું ભાન નહોતું. સદ્ગુરુ મળ-વાથી તે દેવ અને ધર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૬૮૬)
સગાઈ સાચી સૃષ્ટિમાં, છે સગુરુની એક; બીજી તેના ભક્તની, બાકી જૂઠી અનેક.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી