________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
૨૫
નિઃશંકપણે ભવ્ય જીવોને તેઓ બતાવતા હતા. તથા પોતાના શિર ઉપર ધર્મનું જોખમ ધારણ કરી પોતામાં સગુરુ કૃપાએ જે આત્મબળ પ્રગટ્યું હતું, તેને ફોરવતા હતા. જેથી અનેક ભવ્યો સત્ માર્ગને પામી ગયા. ૧૩
(પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧ (પૃ.૧૬,૧૭) પ્રભુ પ્રત્યે પરમપ્રેમ આવ્યા વિના સ્વરૂપ પ્રાપ્તિ દુર્લભ પ્રભુશ્રી કહે “મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પણ (સ્વરૂપ) પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે.” પ્રભુશ્રી કહે “મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પણ (સ્વરૂપ) પ્રગટ થવા માટે પ્રેમની જરૂર છે.” જેવો પ્રેમ શ્રી ગૌતમસ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે હતો તેવો જ પ્રેમ પ.પૂ. પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો.
એવો જ પ્રેમ શ્રી હનુમાનને શ્રી રામ પ્રત્યે હતો. (સીતાજીએ હનુમાનને હીરાનો હાર આપ્યો તે તોડી હનુમાન કહે એમાં રામ છે? ત્યારે સીતાજીએ કહ્યું તમારામાં રામ છે? તો કહે હા! એમ કહી છાતી ફાડી બતાવ્યું. એમ વૈષ્ણવમાં કથા છે.) એવો જ પ્રેમ શ્રી અર્જુનને શ્રી કૃષ્ણ પ્રત્યે હતો.
તેવો જ પ્રેમ આપણો પરમકૃપાળુદેવ પ્રત્યે થશે ત્યારે આપણું કામ થશે. આ વાતને પૂ.શ્રી બ્રહ્મચારીજી બોધામૃત ભાગ-૧ માં શ્રી અર્જુનના દ્રષ્ટાંતથી નીચે મુજબ સમજાવે છે.
સમાધિમરણ કરવું હોય તો રોમે રોમે પરમપ્રેમ પ્રગટાવવો “વિચાર બહુ કરવો. દિવસમાં પા કલાક પણ વિચાર કરવો. દિવસમાં ગમે તે વખતમાં