________________
સમાધિમરણ કરવા પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ જોઈએ
૨૩
બાળાભોળાનું એક દ્રષ્ટાંત છે –
શ્રી છીતુભાઈના બાનું દૃષ્ટાંત – શ્રી છીતુભાઈ ડાહ્યાભાઈના બા અને બાપુજી પ.પૂ. પ્રભુશ્રીજીના દર્શને આવ્યા ત્યારે પ્રભુશ્રીજી કહે–પ્રભુ! બહુ ભોળીયા છે. પછી ત્રણ પાઠ, ભક્તિ વગેરે મોઢે કરવા કહ્યું.
બા કહે મને પ્રભુ વાંચતા આવડતું નથી. પ્રભુશ્રી કહે–પ્રભુ! આ લોકો ભક્તિ કરે ત્યારે સાંભળજો; બધું આવડી જશે. પછી છ મહિના ભક્તિ સાંભળતા સાંભળતા તેમને બધું મોઢે યાદ થઈ ગયેલું. વળી ઉપદેશમાં
પ્રભુશ્રીએ કહ્યું કે “પ્રભુ! આ શરીર તો ઘડા જેવું, અને આત્મા તે દોરડું. મંત્ર તે આત્મા છે, તે દોરડું છે. ઘડો ફૂટે તો ફૂટવા દેજે; પણ દોરડું પકડી રાખજે.” આ ઉપદેશ વચનો તેમણે પકડી લીધા.
પછી અંત સમયે માંદગી વખતે તેમના દીકરા ગોપાળભાઈએ કહ્યું –બા મરણનો ભય લાગે છે? ત્યારે બાએ કહ્યું–ગોપાળ! આત્મા કાં મરે છે. બાપાએ (પ્રભુશ્રીએ) કહેલું ને, શરીર એ તો ઘડા જેવું, ફૂટે તો ફૂટવા દેજે; પણ મંત્રનું દોરડું પકડી રાખજે. એવી શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિથી બાળાભોળાનું કામ થઈ જાય છે. જે જ્ઞાનીના વચનની પકડ કરી લેશે તેનું કામ થઈ જશે.
સત્, શીલ પાળી શ્રદ્ધારૂપ દોરડું પકડી રાખે તે ત્રિવિદ્ય તાપથી છૂટે
પ્રભુશ્રી કહે–“મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું– વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી? ક્યાં કરવી? ઘરઘરનાં સમકિત છે તે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય.” (ઉ.પૃ.૪૨૫)
માણોક ડોસીનું
O)