________________
૨૪
સમાધિમરણ
ઉષ્ણત–પ્રભુશ્રીજીના રૂમમાં સવારે ૩ વાગે ગોમટસાર જેવો અઘરો ગ્રંથ વંચાય તે સાંભળવા માણેક ડોસી ધીમે ધીમે લાકડીના ટેકે ચાલીને તે સાંભળવા જાય. ત્યારે એક મુમુક્ષુભાઈએ પ્રભુશ્રીજીને કહ્યું–પ્રભુ! આટલો અઘરો ગ્રંથ આપણને પણ સમજવો મુશ્કેલ પડે છે, તો આ માણેક ડોસી એમાં શું સમજતા હશે?
પ્રભુશ્રીજી કહે–પ્રભુ! શ્રદ્ધાથી ધીમે ધીમે ચાલીને પણ આવે છે. એના મનમાં એવો ભાવ છે કે આ કોઈ મહાન ગ્રંથ વંચાય છે. મને ખબર નથી પડતી પણ તે સાચું છે, કરવા જેવું છે. એવો જે ભાવ છે તેથી ડગલે ડગલે પ્રભુ! જગનનું ફળ (પુણ્ય) છે.
એવી શ્રદ્ધાવાળા જીવો પ્રત્યે પ્રભુશ્રીજીને પૂજ્યભાવ થાય છે. કેમકે તે ‘સત્યને વળગ્યા છે. તેથી તેમનું કલ્યાણ થવાનું છે.”
વળી પ્રભુશ્રી કહે– પ્રભુ! જે પરમકૃપાળુ દેવને ભજે છે તે તો અમારા માથાના મુકુટ છે.
માટે પરમકૃપાળુદેવ પ્રત્યે પ.પૂ.પ્રભુશ્રીજીને કેવો અખૂટ પ્રેમ હશે તે સમજાવવા શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત આપીને ‘પ્રજ્ઞાવબોધ પુષ્પ-૩'માં પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે :
ગૌતમસ્વામીનું મન સદા પ્રભુ મહાવીરમાં “આશ્ચર્યકર આચાર્ય પદવીને દીપાવી ગૌતમે, hતે ન કેવળજ્ઞાની પણ શિષ્યો વરે કેવળ ક્રમે; ગુરુભક્તિ તો ખરી તેમની જેનું હૃદય વીરમાં રમે, શ્રુતકેવળી પણ શિર પરે ગુરુ-આણ ધારે ઉદ્યમે.” ૧૨
અર્થ –આશ્ચર્યકારક એવી આચાર્ય પદવીને શ્રી ગૌતમસ્વામીએ
દીપાવી હતી. પોતે કેવળજ્ઞાની નહીં હોવા છતાં, તેમનાં શિષ્યો ક્રમપૂર્વક કેવળજ્ઞાનને પામતા હતા.
સાચી ગુરુભક્તિ તો તેમની જ હતી કે જેનું હૃદય સદા મહાવીર પ્રભુમાં રમતું હતું. પોતે શ્રુતકેવળી હોવા છતાં પણ મહાવીર પ્રભુને પોતાના ગુરુ માની તેમની જ આજ્ઞાને સદા ઉદ્યમપૂર્વક શિરોધાર્ય કરતા હતા. ૧૨ા પ.પૂ.પ્રભુશ્રીજીનું મન સદા પરમકૃપાળુદેવમાં
“કળિકાળમાં પણ સત્ય તેવી ભક્તિ ગુરુની સંભવે,
એવો અનુભવ આપતા લઘુરાજ મેં દીઠા હવેનિઃશંક માર્ગ બતાવતા, જે માર્ગ અનુભવથી જુવે,
શિર ધર્મ-જોખમ ધારીને સદ્ગુરુકૃપાબળ ફોરવે.” ૧૩ અર્થ –આ કળિકાળમાં પણ તેવી સાચી ગુરુભક્તિનો સંભવ છે. એવો અનુભવ આપતાં મેં શ્રી લઘુરાજ સ્વામીને જોયા કે જેમને રોમે રોમ ગૌતમ સ્વામીની જેમ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ હતો. તેમનાથી જે મોક્ષમાર્ગ જાણ્યો અને સ્વયં અનુભવ્યો તે જ મોક્ષમાર્ગ