Book Title: Samachari Prakaran Aradhak Viradhak Chaturbhangi Krupdrushtangvishadikaran Prakaran
Author(s): Bhuvanbhanusuri
Publisher: Andheri Gujarati Jain Sanh

View full book text
Previous | Next

Page 8
________________ નુસારી તાપસ વગેરેની ક્રિયાઓ આંશિક આરાધનારૂપ હોઈ તેઓ દેશઆરાધક હવામાં કોઈ વાંધો નથી. વૃત્તિકારને આ બાળતપસ્વી અને અન્ય આચાર્યોને પૂર્વોક્ત અગીતાર્થ દેશ આરાધક તરીકે માન્ય છે. આ બે મતોમાં બહુ ભેદ નથી એનું ગ્રન્થકારશ્રીએ અન્યત્ર પ્રરૂપણ કરેલું છે. દેશવિરાધાકભાંગા અંગે પણ પૂર્વપક્ષીને એક ભ્રમ પેદા થયો છે કે “આમાં વાસ્તવિક વિરાધના લેવાની છે. પોતાની આ ભ્રાન્તમાન્યતાના કારણે પૂર્વપક્ષી, જેણે ચારિત્રનું ગ્રહણ જ નથી કર્યું એવા અવિરત સમ્યકત્વને દેશવિરાધક માનવા તૈયાર નથી. પણ એમાં આપત્તિ એ ઊભી થાય છે કે (૧) એ અવિરત સમ્યક્ત્વી પછી આ ચતુર્ભગીમાંથી બાકાત થઈ જાય છે. (૨) વૃત્તિકારે “માત્રા ” એવું જે વિકલ્પ વ્યાખ્યાન કર્યું છે (જેને ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ તે અવિરત સમ્યક્ત્રી ચારિત્રને વિરાધક છે,) તેનું ખંડન કરવા રૂપ જ્ઞાનની મહાન આશાતના પૂર્વપક્ષીને કરવી પડે છે. વૃત્તિકારે કરેલું આ વિક૯૫વ્યાખ્યાને અયોગ્ય પણ નથી જ, કેમ કે ખુદ સૂત્રકાર ભગવતે પોતે જ “કજુવg” શબ્દથી સૂત્રમાં એનું સુચન કર્યું જ છે. આમ આવી આપત્તિઓ આવતી હોવાથી આ ભાંગામાં ગૃહીત ચારિત્રની વાસ્તવિક વિરાધને જ લેવાને પૂર્વ પક્ષ અભિપ્રાય યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે આ બીજા ભાંગામાં વાસ્તવિક નહિ પણ પારિભાષિક વિરાધનાને અભિપ્રાય માનવો યોગ્ય છે. (૧) પ્રાપ્તચારિત્રનું પાલન જ ન કરવું તે કે (૨) ચારિત્રની પ્રાપ્તિ જ ન હોવી તે અહીં પારિભાષિક વિરાધના તરીકે અભિપ્રેત છે. તેથી અપ્રાપ્તર્વા' વ્યાખ્યામાં પૂર્વપક્ષી એ જે આપત્તિઓ આ પેલી છે તે પણ ઊભી રહેતી નથી. આ પ્રરૂપણા પારિભાષિક છે એવું રહસ્ય ખોલી આપીને અને અનેક તર્કપૂર્ણ દલીલેથી એ રહસ્યને યથાર્થ સિદ્ધ કરી આપીને પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે પૂર્વાચાર્યોના વચનમાં ઉદ્ભવતી આપત્તિઓની શકાના અનિષ્ટથી રક્ષણ કરવારૂપ અનન્ય ઉપકાર કર્યો છે. આ ચતુભગીની વિસ્તૃત પૂર્વપક્ષ સાથેની સવિસ્તૃત પ્રરૂપણા ઉપા. મહારાજે સ્વકીય ધર્મપરીક્ષા (લે. ૧૮ થી ૩૧) ગ્રન્થમાં કરી છે. વિસ્તરાથીને એ ગ્રન્થ જોઈ લેવા ભલામણ. [ કૂપદષ્ટાન્તવિશદીકરણપ્રકરણ ] શ્રાવકે જે દ્રવ્યસ્તવ(જિનપૂજા) કરે છે તે નિર્દોષ છે એ બાબતને સમજવા માટે શાસ્ત્રમાં કપખનન (કો ખોદવાન) દષ્ટાંત આપ્યું છે. ૧૪૪૪ શાસ્ત્રોના પ્રણેતા શ્રીહરિભદ્રસૂરિમહારાજ વિરચિત શ્રી પંચાશકશાસ્ત્રની વૃત્તિમાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ રાજે આ દૃષ્ટાન્તનું આવું અર્થ ઘટન કર્યું છે કે “કુવો ખોદવામાં પહેલાં શ્રમ, કાદવથી ખરડાવું, તૃષાવૃદ્ધિ વગેરે દેશો થાય છે. પણ છેવટે નિર્મળ જળની પ્રાપ્તિ થતાં એ પાણીથી જ એ બધા દોષો દૂર થઈ જાય છે અને સ્વપરની તૃષાનું શમન થવા રૂ૫ લાભ થાય છે. માટે કૂવો ખોદવે એ લોકિક દૃષ્ટિએ સ્વ–પર ઉપકારક છે. આ જ રીતે જિનપૂજા કરવામાં પાણી-પુષ્પ વગેરેના જીવોની હિંસાના કારણે અ૯૫૫૫ બંધ રૂ૫ દોષ થાય છે, પણ એ જિનપૂજાથી જે શુભભાવલાસ જાગે છે તેના પ્રભાવે એ દોષ દૂર થઈ વિપુલ નિરા અને પ્રચુરપુણ્યબંધ રૂ૫ લાભ થાય છે. જેનાર વગેરેને પણ અનુમોદનાદિ દ્વારા આ લાભ થાય છે. માટે જિનપૂજા એ સ્વ-પર ઉપકારક છે.” આ રીતે અર્થધટન કર્યા બાદ તેઓ શ્રીમદે જ વિત’ ના મત તરીકે જણાવ્યું છે કે “સ્નાનાદિ વખત પણ નિર્મળજળ તુલ્ય શુભઅધ્યવસાય હાજર હોવાથી કાદવથી ખરડાવું વગેરે રૂ૫ અ૯પપાબંધને દોષ લાગતો જ નથી. માટે દૃષ્ટાન્તને આ રીતે જોઈએ. “જેમ કૃપખનને સ્વપરને ઉપકાર માટે થાય છે તેમ જિનપૂજા કરણઅનુમોદન દ્વારા સ્વ-પરને ઉપકાર માટે થાય છે.” તિ ને આવો મત દર્શાવીને પછી શ્રી અભયદેવસૂરિ મહારાજે “ તદ્દામાનુપાતિ’ કહીને તેનું ખંડન કર્યું છે,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 204