________________
1]
(૨) વસ્તુવિષયની રજૂઆત મધ્યમવિસ્તારવાળી રાખવામાં આવી
(૩) પારિભાષિક શબ્દોનો પ્રયોગ બિલકુલ ઓછા પ્રમાણમાં કરવામાં આવ્યો છે.
(૪) રજૂઆતની પદ્ધતિમાં બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ અપનાવવામાં આવ્યો છે.
ગ્રંથનું પ્રયોજન
ગ્રંથની મુખ્ય ઉપયોગિતા :
આ ગ્રંથમાં રજૂ કરેલા પાથેયની મુખ્ય ઉપયોગિતા તો પ્રાથમિક અને મધ્યમ ભૂમિકાના તેવા સાધકોને છે જેઓએ જીવનની પૂર્વાવસ્થામાં ખાસ સાધના કરી નથી અને માત્ર સામાન્ય ધર્મસંસ્કાર રૂઢિગત રીતે અથવા સામાન્ય વાચનથી પ્રાપ્ત કર્યા છે. પરંતુ હવે આવા સાધકોને જ્યારે જીવનમાં કોઈ સત્સંગનો પ્રસંગ અથવા મોટા દુઃખનો પ્રસંગ બને છે, ત્યારે તેઓ ધર્મસાધના પ્રત્યે વળવાનો દૃઢ નિશ્ચય કરે છે. તેઓમાં જો કે સામાન્ય વૈરાગ્યવૃત્તિ ઊપજી છે અને તેથી પ્રસંગોપાત્ત તેઓ સંત કે જ્ઞાનીઓનો સમાગમ કરે છે છતાં ગૃહસ્થ ધર્મની મર્યાદામાં રહીને જ સાધના કરવા ઇચ્છે છે. આવા સાધકોને, સાધનામાર્ગની શરૂઆત કેવી રીતે કરવી તેનું યોગ્ય માર્ગદર્શન ઘણુંખરું મળતું નથી. જોકે એ સત્ય છે કે એમાંના બધા કાંઈ ગંભીરપણે ધર્મસાધના ઈચ્છતા નથી અને માત્ર ગતાનુગતિક ન્યાયથી કે લોકોપચારથી જ ધર્મ પ્રત્યે વલણવાળા હોય છે. છતાં પણ આમાંનો એક નાનો વિવેકીવર્ગ ખરેખર ધર્મસાધનને ઇચ્છે છે. સંપ્રદાયબુદ્ધિથી અતીત થઈ, આત્મશુદ્ધિ જેનું મૂળ છે, આત્મશાંતિ જેમાં રહેલી છે અને પૂર્ણ આત્મસમાધિ જેનું ફળ છે તેવા શુદ્ધ ધર્મને આવા સાધકો ઇચ્છે છે.
આવા વિવેકી સાધકને અનેક પ્રશ્નો મનમાં ઉપસ્થિત થાય છે. હું કોણ છું? મારું સાચું સ્વરૂપ શું છે? જીવન એટલે શું? શું મેં જીવનને ખરેખર સાર્થક કર્યું છે ? મને આ જીવનમાં સાચી સુખશાંતિ મળી છે ? હવે બાકી રહેલા જીવનને સફળ બનાવવા માટે મારે શું કરવું જોઈએ ? શું વાંચવું અને કેવી રીતે વાંચવું ? કોનો સત્સંગ કરવો ? સત્સંગ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી ? શેનું સ્મરણ કરવું ? લેખનકાર્ય, ભક્તિ-આરાધના, ચિંતન-મનનનો અભ્યાસ અને બીજાં સાધનો કેવી રીતે ઉપાસવાં ? કઈ કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org