________________
પ્રસ્તુત વિષયને આ પ્રમાણે રજૂ કર્યા પછી, આગળનું વાચન વિશેષ રસપ્રદ બને તે હેતુથી, રજૂ કરેલ સાધનાપદ્ધતિ કે સગુણનું જેમાં આચરણ કરવામાં આવ્યું હોય તેવા કોઈ મહાપુરુષોના ઇતિહાસપ્રસિદ્ધ બનાવને કે કસોટીપ્રસંગને રજૂ કરવામાં આવ્યો છે. આમ કરવાથી વાચકવર્ગને પોતાના નિર્ણયમાં એવી નિઃશંકતા આવશે કે અહીં બતાવેલી સાધના કે સગુણ એ માત્ર શુષ્ક ચચરૂપે કે દાર્શનિક વિવાદરૂપે રજૂ કરેલ નથી પરંતુ એક સિદ્ધિ વ્યવહારપૂત જીવનપદ્ધતિ બની શકવા યોગ્ય હોવાથી રજૂ કરેલી છે અર્થાત્ આ “પોથીમાંનાં રીંગણાં' નથી તેની સ્પષ્ટ પ્રતીતિ સાધકને થાય તે અર્થે તેનું આયોજન કરેલું છે. વળી આ વાચનથી સાધકને પોતાની સાધકદશાનું મૂલ્યાંકન કરવાની અને પૂર્વે થયેલા મહાપુરુષોનાં જીવનમાં પ્રેરણા લેવાનું પણ બની શકશે.
(૨) પ્રશ્નોત્તર ખંડઃ આ ખંડ નાનો છે. તેમાં સાત પ્રકરણ છે. પ્રશ્નોત્તરરૂપે તે તે વિષયનું આલેખન કરવામાં નીચેના ફાયદા જણાય છે.
(૩) વાચન સરળ બને છે. (૧) મોટા ભાગે પૂર્વાપર સંબંધ વિના પણ વાચન થઈ શકે છે. (૬) નવીનતાને લીધે વાચન રસપ્રદ બને છે.
(૬) રજૂઆતમાં મુદ્દાસર સ્પષ્ટતા આવવા ઉપરાંત ન્યાયપુર:સરતાને લીધે (ન્યાયને મુખ્ય કાર્યો હોવાને લીધે) વિધાનની પ્રામાણિકતા વધારે સ્પષ્ટ થાય છે અને જ્ઞાનમાં નિઃશંકતા ઊપજે છે.
કોઈ કોઈ ઉત્તરો વધારે લંબાણવાળા થાય છે પણ ત્યાં વિષય ખૂબ અગત્યનો હોવાથી વિસ્તારભયના દોષને પણ વહોરી લેવામાં આવ્યો છે.
આ ગ્રંથની મર્યાદા
આ પ્રમાણે ગ્રંથમાં પ્રસ્તુત કરેલા વિષયનું સામાન્ય નિરૂપણ પણ થયું. વિષયની રજૂઆતમાં કેટલીક સ્વૈચ્છિક મર્યાદાઓ સ્વીકારી છે, જે નીચે પ્રમાણે જાણવાયોગ્ય છે.
(૧) આધ્યાત્મિક દૃષ્ટિની મુખ્યતા રાખવામાં આવી છે. આમ છતાં સાધનામય જીવન જીવવા માટે ઉપયોગી એવું જે કાંઈ પાથેય જરૂરી હોય તેનું સ્પષ્ટ અને વિવિધલક્ષી આલેખન કરવામાં આવ્યું છે જેથી સાધક પોતે
જ્ઞાનાર્જન કરી શકે અને અન્યને જ્ઞાનાર્જન કરાવવામાં સહાયક થઈ શકે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org