________________ ( 11 ) પછી એક ચક્રી અને પછી બે શૂન્ય પ્રમણિ ચક્રવતીઓનાં ઘર પૂરવાં, 30 . કે વાસુદેવ-અળદેવ-અતિવાસટેવ दस सुन्नं पंच केसव, पण सुन्ना केसी सुन्न केसी य / दो सुन्न केसवो विय, सुन्नदुर्ग केसव तिसुन्नं // 31 // કે ત્રીજા કેામાં પ્રથમ દશ શુન્ય મૂકવી, પછી પાંચ વાસુદેવના નામ લખવાં, પછી પાંચ શૂન્ય, પછી એક કેશવ, પછી એક શૂન્ય, પછી એક કેશવ, પછી બે શન્ય, પછી એક કેશવ, પછી બે શૂન્ય, પછી એક કેશવ, અને પછી ત્રણ શૂન્ય મૂકવી. એ રીતે વાસુદેવનાં ઘરે પુરવાં. 31 - - જિનેશ્વરના શરીરનું પ્રમાણ, पंच धणुसय पढमो, कमेण पंचास हीण जा सुविहीं / दस हीण जा अनंता, पंचूणा नेमिजिण जाव // 32 // नवहत्थपमाण पासो, सामीओ सत्त हत्थ जिणवीरो / उच्छेहअंगुलेणं, सरीरमाणं जिणंदाणं // 33 // પહેલા ષભદેવની કાયા પાંચસો ધનુષ્યની, પછી અનુક્રમે સુવિધિસ્વામી સુધી પચાસ પચાસ ધનુષ્ય ઓછા કરવા, પછી અનંતનાથ સુધી દશ દશ ધનુષ્ય ઓછા કરવા. પછી નેમિનાથ ભગવાન સુધી પાંચ પાંચ ઓછા કરવા, પાર્શ્વનાથસ્વામીની કાયાનું પ્રમાણ નવ હાથ છે અને મહાવીરસ્વામીની કાયાનું પ્રમાણ સાત હાથ છે. આ પ્રમાણે ઉત્સધઅંગુલવડે જિનંદના શરીરનું માન–પ્રમાણ જાણવું. (અહીં શ્રી મહાવીરસ્વામીના દેહનું માન ઉસેધાંગુલે સાત હાથનું કહ્યું છે, આત્માંગુલે તો તેઓ 120 અંગુળ હોય છે. ઉસેધાંગુલે 168 અંગુળ છે; એટલે 12 અથવા હું આવે, શાસ્ત્રમાં ઉધાંગુલથી વીરપ્રભુનું આત્માગુલ બમણું કહ્યું છે તે ક્ષેત્રગુણિતને આશ્રીને સમજવું. ક્ષેત્રગુણિત કરતાં થાય. ) 32-33