________________ ( 15 ) સમવસરણના અગ્નિખૂણામાં પ્રથમ સાધુઓ, તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીઓ રહે, મૈત્રય ખૂણામાં ભવનપતિ, વ્યંતરે અને જ્યોતિષ એ ત્રણ નિકાયના દેવ રહે, વાયવ્ય ખૂણામાં એ જ ત્રણ નિકાયની દેવીઓ રહે તથા ઈશાન ખૂણામાં પ્રથમ વૈમાનિક દેવો. તેમની પાછળ મનુષ્યો અને તેમની પાછળ નારીઓ રહે. આ રીતે આ બાર પર્ષદાઓ વિદિશામાં રહે.૩૯ 17 વીશ તીર્થંકરોના કુલ સાધુ તથા સાદેવીની સંખ્યા अट्ठावसिं लक्खा, अडयालीसं तह सहस्साइं। सबसि पि जिणाणं, जईण माणं विनिद्दिटुं // 40 // સર્વે ચોવીશે] જિદ્રોના હસ્તદીક્ષિત સાધુઓની કુલ સંખ્યા અઠ્ઠાવીશ લાખ અને અડતાલીશ હજારની કહેલી છે. 40 चोआलीसं लक्खा, छायाला सहस्स चउसय समग्गा। छच्चेव अजिआणं, सव्वेसि संगहो एसो // 41 // | સર્વે[ચિવશે ] જિદ્રોની હસ્તદીક્ષિત કુલ સાધ્વીઓની સંખ્યા ગુમાળીશ લાખ, છતાળીશ હજાર, ચાર સે અને છ કહી છે. એ સર્વ સાધ્વીઓની સંખ્યાનો સંગ્રહ છે. 41. 18 તીર્થકરોના ભવની સંખ્યા (સમકિતની પ્રાપ્તિ પછીની) वीरस्स सत्तावीसा, बारस संती य तेर उसभस्स / नव य भवा नेमिजिणे, दस पासे तिन्नि सेसाणं // 42 // મહાવીર સ્વામીના સતાવીશ ભવન, શાંતિનાથના બાર ભવ, અષભદેવના તેર ભવ, નેમિનાથના નવ ભવ, અને બાકીના એગણીશ તીર્થકરોના ત્રણ ત્રણ ભવ સમક્તિ પામ્યા ત્યારથી આરંભીને કહેલા છે. કર. : 1 આ મોટા ભવ કહેલ છે. બાકી તો તેમને સમકિત પામ્યા પછી અસંખ્ય કાળ ગયેલ હોવાથી અસંખ્ય ભવ થયેલા છે.