________________ મહિપ પ મ રેવરમાં પાણી પીવા જય ઉઉ ત્યારે તે પાણીમાં પ્રવેશ કરી વારંવાર મસ્તક અને શીંગડાવડે તથા ચાલવાવડે પાણીને ડાળી નાંખે છે, તેથી પોતે પણ પાણી પી શકતા નથી અને બીજા પ્રાણીઓને પણ પીવા લાયક જળ રહેવા દેતો નથી. તેમ જે શિષ્ય વ્યાખ્યાનમાં બરાબર સમજ્યા વિના જ કુતર્ક અને વિકથાદિકવડે વ્યાખ્યાનને ડાળી નાંખે છે. કે જેથી પોતાને તથા પને વ્યાખ્યાન સાંભળવામાં અને સમજવામાં વિઘાત થાય છે, તે મહિષ સમાન શિષ્યને એકાતે અયોગ્ય જાણ. - છે. જેમ ઘટે શરીરને નિશ્ચળ રાખી નાના 9 બખાડામાં રહેલા છેડા જળને પણ ઓળ્યા વિના તે પાણી પીએ છે, તેમ જે શિષ્ય વિનયપૂર્વક આચાર્યના ચિત્તને પ્રસન્ન રાખીને તેમની પાસેથી એક શબ્દ માત્ર (અલ૫) જ પૂછીને ગ્રહણ કરી લે છે, તેવા મેષ સમાન શિષ્યને યોગ્ય જાણો, જ. 1, કે જે શિષ્ય પવન ભરેલી મસકની જેમ ગુરૂના 1 મતક-જાતિ વિગેરેના દોષને પ્રગટ કરી ગુરૂના મનમાં વ્યથા ઉત્પન્ન કરે છે તેને સર્વથા અવ્ય શિષ્ય જાણ 12 જળ જેમ શરીરને દુભવ્યા વિના ખૂરાબ જલારી-રૂધિરને ખેંચી લે છે, તેમ જે શિષ્ય ગુરૂને દુભવ્યા વિના તેની પાસેથી શ્રુતજ્ઞાનને ગ્રહણ કરી લે છે, તે જલૈકા સમાન એગ્ય જાણવો. * ૧ર બિલાડી જેમ બિલાડી દુષ્ટ સ્વભાવને લીધે પાત્રમાં સરિહેલા દૂધને ભૂમિપર ઢળી નાંખીને પછી પીએ છે (ચાટે છે) તેમ જે શિષ્ય વિનયાદિક કરવાના ગુણવાળે નહીં હોવાથી પોતે સાક્ષાત ગુરૂ પાસે જઈને શ્રતની વ્યાખ્યા સાંભળે નહીં. પરંતુ વ્યાયા સાંભળીને ઉભા થયેલા કેટલાક ધઓ વિગેરેને પૂછી પૂછીને કાંઈક જાણે તેને બિલાડી સમાન અયોગ્ય જાણો,