________________ (15) 22 જ્ઞાનાવરણીયાદિક કર્મના ક્ષપશમના અતિશયપણાથી એક અર્થરૂપ બીજનું જાણપણું થવાથી અનેક અર્થરૂપી બીજનું જાણપણું જે થાય તે બીજબુદ્ધિ લબ્ધિ. 23 કેધના અતિશયપણાથી શત્રુ વિગેરેને સહજમાં બાળી દેવાની શક્તિ તે તેજલેશ્યા લબ્ધિ. 24 આહારક શરીર કરવાની શક્તિ તે આહારક લબ્ધિ, ' ' 25 તેજલેશ્યાના નિવારણ માટે શીત મૂકવાની શક્તિ તે શીત લેશ્યા લબ્ધિ, ર૬ વિષ્ણુકમારાદિકની જેમ યાવત લાખ એજનનું શરીર વિકવવાની શક્તિ તે વૈક્રિય લબ્ધિ. તેના અણુત્વ મહત્વાદિ અનેક પ્રકાર છે. ર૭ અંતરાય કર્મના ક્ષયોપશમથી ભિક્ષાવડે લાવેલું અન્ન મુનિ પોતે આહાર ક્યાં અગાઉ ગમે તેટલાને આપે-જમાડે તેપણ ખુટે નહીં તે અક્ષીણ મહાનસી લબ્ધિ, દૈવર્તમસ્વામીની જેમ, 28 જે શક્તિ વડે મુનિ જૈનશાસનને અર્થે ચક્રવર્તીની સેનાને ચૂરી નાખવી હોય તો પણ ચૂરી શકે એવી લબ્ધિ તે પુલાક લબ્ધિ ~~~-~~-~ ર૪૭ અરિહંતના સમયમાં શું શું વિશેષ હોય? अरिहंत समय बादर, विज्झ अग्गी बलाहगा थणिया। आगर दह नईओ, उवराग निसि बुड्डि अयणं च // 39 // અરિહંતને સમયમાં એટલે ભરત ઐરાવતની અપેક્ષાએ તીર્થકર થાય ત્યારથી બાદર અગ્નિ, વીજળી, બલાહક (મેઘ), સ્વનિત (ગરવ), આકર (ખાણ) નું ખોદવું, કહે બનાવવા અને નવી નદીઓનું વહેવું, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, સાત્રિની વૃદ્ધિ અને ઉપલક્ષણથી હાનિ તેમજ દક્ષિણાયન ને ઉત્તરાયન-આટલા વાના હોય છે. યુગળિયાના સમયમાં કલ્પવૃક્ષનું સતત આચ્છાદન હેવાથી એટલા વાના હેતા નથી. તેમજ તેમાંના રાત્રિની વૃદ્ધિ હાનિ, અયન, ગ્રહણ વિગેરે ત્યાંના મનુષ્યોને જણતા નથી. 390.