________________ (17) 10 ચારણલબ્ધિ બે પ્રકારે-જંઘાચારણને વિદ્યાચારણ જે લબ્ધિવડે આકાશગમન કરવાની શક્તિ મુનિને પ્રાપ્ત થાય તે ચારણ લબ્ધિ, 11 જેની દાઢમાં વિષ હોય અને જેના વડે અન્યજીવ મૃત્યુ પામે તે આશીવિષલબ્ધિ-આ લબ્ધિનો પ્રયોગ સર્પાદિકનારૂપ થાય છે. 12 જેનાવડે લેકાલેકનું સ્વરૂપ જણાય તે કેવળજ્ઞાન લબ્ધિ. 13 જેનાવડે ગણધરપણું પ્રાપ્ત થાય તે ગણધર લબ્ધિ, 14 ચૌદ પૂર્વધરને શ્રુતજ્ઞાનવડે થયેલી લબ્ધિ તે પૂર્વધર લબ્ધિ. 15 જેના વડે તીર્થકરની સમવસરણદિક ત્રાદ્ધિ વિકર્વી શકે તે | તીર્થંકર તુલ્ય લબ્ધિ અથવા તીર્થંકરને તીર્થંકરપણાની લબ્ધિ. 16 જેનાવડે ચક્રવતની અદ્ધિ ચૌદ રત્નાદિ વિકવી શકે તે ચક વત તુલ્ય લબ્ધિ અથવા ચક્રવતીને ચક્રવતીપણાની લબ્ધ. 17 જેના વડે બળદેવ જેટલી રદ્ધિ વિકવી શકે તે બળદેવ જેવી લબ્ધિ અથવા બળદેવને બળદેવપણની લબ્ધિ, 18 જેના વડે વાસુદેવ જેટલી કૃદ્ધિ વિકવી શકે તે વાસુદેવ જેવી લબ્ધિ અથવા વાસુદેવને વાસુદેવપણાની લબ્ધિ, 19 જેની વાણુંમાં દુધ સાકર વિગેરે કરતાં પણ વધારે મીઠાશ પ્રાપ્ત થાય તે ક્ષીરાશવ, મધ્વાશ્રવ, વૃતાશ્રવ તથા ઈશ્કરસાશ્રવ લબ્ધિ. 22 જે મુનિના કોઠામાંથી સર્વ સૂત્રાર્થ–ભલા નિધાનની જેમ નીકળી શકે નીકળ્યા જ કરે અથવા કેકારમાંથી અન્ન નીકળ્યા કરે તેમ નીકળે તે કેષ્ટબુદ્ધિ લબ્ધિ, 21. પદાનુસારિણું લબ્ધિ-શાસ્ત્રનું એક પદ સાંભળવાથી સર્વ પદને આખા શાસ્ત્રને બોધ થાય છે, તેના ત્રણ પ્રકાર છે. પ્રારંભનું પદ અથવા તેનો અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રને બંધ થવો તે અનુશ્રુત પદાનુસારિણી, અંતનું પદ અથવા તેને અર્થ સાંભળવાથી પ્રારંભથી આખા ગ્રંથનો બોધ થવો તે પ્રતિકૂળ પદાનુસારિણી અને મધ્યનું ગમે તે પદ કે તેને અર્થ સાંભળવાથી આખા શાસ્ત્રનો બોધ થવો તે ઉભયપદોનુંસારિણી લબ્ધિ.