________________ (17) 165 ગળ્યા વિનાની છાશ બાબત. जइ अणगलियं तकं, पमायवसओ समायरइ सड्डो। मन्जसमं तं पाणं, गोयम ! भणियं न संदेहो // 256 // જો ન ગળેલી છાશ પ્રમાદના વશથી શ્રાવક વાપરે તો હું ગૌતમ! તે છાશનું પાન મદિરા સમાન કહ્યું છે, તેમાં સંદેહ નથી. 256. (ઉપવાસના તિવિહાર પચ્ચખાણમાં અચિત્ત જળને બદલે વાપરવાનું જે કહે છે તેના સંબંધમાં આ વાત સમજાય છે. ) 166 અચિત્ત જળ વિચાર. ( ઉકાળેલા અચિત્ત જળને કાળ) वासासु तिन्नि पहरा, तह चउरो हुँति सीयकालम्मि। पंच य गिम्हे काले, फासुअनीरस्स परिमाणं // 257 // પ્રાસુક (ચિત્ત) કરેલા જળના કાળનું પ્રમાણ વધુમાં ત્રણ પહેરનું છે, તથા શીયાળામાં ચાર પહોરનું છે, અને ઉનાળામાં પાંચ પહેરનું કાળમાન છે. 257. (એટલે કાળ વ્યતીત થઈ ગયા પછી તે પાછું સચિત્ત થઈ જાય છે.) ठाणाइ परिसुद्धं, होइ सचित्तं मुहुत्तममंमि / पच्छा तिमुहुत्त जलं, फासुय भणियं जिणिंदेहिं // 25 // ત્રિફળા, રાખ વિગેરે પ્રયોગથી અચિત્ત કરેલું જળ પ્રથમ એક અંતર્મુહૂર્ત સુધી સચિત્ત રહે છે, ત્યારપછી ત્રણ મુહૂર્ત સુધી તે જળ પ્રાસુક (અચિત્ત) રહે છે અને ત્યારપછી પાછું સચિત્ત થઈ જાય છે, એમ જિનૅકોએ કહ્યું છે. 258.