________________ ઉત્તર એક શિખરના આકારની શાલા (ગ્રહ) સર્વ દિશાએથી વાયુ પણ સંચાર કરી શકે નહીં તેવી ગુપ્ત હોય, તેમાં રહીને કઈ શંખ કે ભેરી વિગેરે વગાડે તો તે શાળામાં કઈ પણ ઠેકાણે છિદ્ર પડ્યા વિના તેને શબ્દ બહાર આવે છે તેમ જીવ પણ છિદ્ર પાડ્યા વિના બહાર નીકળી શકે છે. - પ્રશ્ન ૪-એક ચારને જીવ રહિત કરી તેનું શબ ઉપર કહેલી કંભીમાં નાંખ્યું. કેટલેક કાળે તે કુંભી જોઈ તો તે શબમાં ઘણા કીડા પડેલા હતા, તે છિદ્ધ રહિત તે ભીમાં શી રીતે પેઠા? ઉત્તર ક-એક લેટાને ગળે અગ્નિમાં નાંખી અગ્નિવર્ણ વાળે કર્યો. તે ગોળાને છિદ્ર નહીં છતાં તેને ભેદીને તેની અંદર અગ્નિ જેમ પ્રવેશ કરે છે, તે જ પ્રમાણે છિદ્ર પાડ્યા વિના જીવ પર્વતાદિકને પણ ભેદી અંદર જઈ શકે છે. પ્રશ્ન પ-એક યુવાવસ્થાવાળ, નીરોગી, બળવાન અને કલાનિપુણ પુરૂષ હાથમાં ધનુષ્ય લઈ એક તીરવડે એકી સાથે પાંચ તવાને વીંધી નાખે છે; તેજ પુરૂષ બાલ્યાવસ્થામાં હતો તે વખતે તેવી રીતે તીર ફેંકી શક્તા નહે તેથી શરીર અને જીવ જુદા છે એમ શી રીતે માની શકાય? ... ઉત્તરપ-ઉપર કહેલાજ યુવાન કળાનિપુણ પુરૂષ જીણું ધનુષ્ય, જીણું જીવો અને જીર્ણ બાણ ગ્રહણ કરી એક બાણવડે એકી સાથે પાંચ તવાને વીંધી શકે? ન જ વીધે, કેમકે તેને તેવા પ્રકારની સામગ્રીને અભાવ છે. એ જ રીતે બાલ્યાવસ્થામાં પણ તે જ પુરષને કળા ગ્રહણ, શરીર શક્તિ વિગેરે સામગ્રીને અભાવ હેવાથી તે રીતે વીંધી શક્તા નથી. * પ્રશ્ન ૬-એક ચોરને જીવતો તેળી પછી તરત તેને મારી નાંખીને જે તે પણ તેને સરખો જ તેલ થયો. જો જુદો છવા હોય તે જીવ સહિત હતો ત્યારે તેનું વજન વધારે અને જીવ રહિત થયો ત્યારે તેનું વજન ઓછું થવું જોઈએ પણ તેમ થયું નહી તેથી જીવ અને શરીરે જુદા શી રીતે સમજવા? '