Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 5
________________ છે. અહાહા! મહાન પ્રભુની આપણું ઉપર કેટલી બધી અનુકપા! કેવું કેમળ હદય! કેટલો બધો આત્મગ! પણ અફસોસ ! માનવજાત, તેવા પ્રભુના અવતારને, અરે ! કહીને પ્રભુને પિતાને અજ્ઞાનથી નિંદે છે, પ્રભુએ પોતે માનવજાતના શ્રેય માટે અનેક વાર અવતાર કર્યા છે પણ તે બધા અંશાવતાર હતા; પૂર્ણ કલાઓ તે શ્રીકૃષ્ણમાં પ્રગટી નીકળી હતી. શ્રીકૃષ્ણનું જીવન એટલું બધું આદર્શપૂર્ણ છે કે તે બાબત માટે લેશ પણ શંકા રહે નહિ. ભારતવાસીઓના શુદ્ધ પ્રેમનું કેન્દ્ર, ગોપ-બલિાઓનું ભક્તિસ્થાન, ગાંડીવધારી અર્જુનનું સખ્ય સ્વીકારનાર ત્રિભંગી શ્રી કૃષ્ણનાં ગુણગાન વર્ણવતાં પ્રાણીમાત્ર થાકી જાય છે. તેના આદર્શજીવનની અત્યંત પ્રશંસા થાય છે, પરંતુ તેના જીવનમાં રાસક્રીડા, વસ્ત્રહરણ, અને યુધિષ્ઠિર અસત્ય કથન એ બાબતનું ખરૂં રહસ્ય નહિ સમજતાં, માનવીઓ તેના આદર્શ જીવનપ્રતિ શંકાની દષ્ટિએ જુએ છે. પરંતુ રાસલીલા, વસ્ત્રહરણ આદિ બાબતે બહુજ ગુઢ રહસ્યવાળી છે. તેમાં અધ્યાત્મરસ એટલો બધે સમાએલે છે કે તેનું સંપૂર્ણ જ્ઞાન પ્રેમના પરમ અનુભવ વિના પ્રાપ્ત થવું મુશ્કેલ છે. આક્ષેપ શ્રી કૃષ્ણની જીવનરેખા ઉપર એક કલંક એ મુકવામાં આવે છે કે તે પરદારાગામી હતા-કામી હતા. તે સંબંધમાં દાખલા - એ અપાય છે કે તે મહા પુરૂષે ગેપબાલાઓને યમુના નદીમાંથી નગ્નાવસ્થામાં બહાર આવવા કહ્યું હતું, તથા ગોપસુન્દરીઓ સાથે વિહાર કર્યો હતેા-લીલા કરી હતી. પ્રિય વાંચનાર ! શું કૃષ્ણ ઉપરને આ આક્ષેપ તું સત્ય ગણે છે? શું શ્રીકૃષ્ણ જેવા પવિત્ર માણસ એવું અયોગ્ય આચરણ કરે એવું તારી બુદ્ધિ માને છે? આદર્શજીવન ઉપર તે આક્ષેપે તદન અસત્ય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50