Book Title: Raslilanu Adhyatmik Rahasya tatha Prashnottar
Author(s): Shishya
Publisher: Venishankar Govardhanram Bhatt

View full book text
Previous | Next

Page 19
________________ ૧૬ માટે શ્રી ભગવાને પોતે શ્રીમદ્દ ભગવત ગીતામાં કહ્યું છે કે મને પામવાને અસંખ્ય માનવીઓમાંથી થોડા જ પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનારા ઘડાઓમાંથી કઈ વિરલ આત્મા મને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ કે દુનિયાપરના અસંખ્ય આત્માઓમાંથી છેડાજ આત્મા પ્રવૃત્તિ માર્ગ પરના બહારથી શુભ દેખાતા પણ અંતે અશુભ કરનારા પદાર્થોપરને મેહ ત્યજી દે છે. ક્ષરને ત્યજી દઈ અક્ષરને માટે પ્રયત્ન કરે છે અને તે પ્રયત્ન કરનારાએમાંથી આવી કટોકટીની કસોટીને સમયે અનેક ભ્રષ્ટ થાય છે, નિષ્ફળ નિવડે છે; માત્ર કઈ વિરલ આત્મા જ તે પરીક્ષાને પસાર કરી પરમાત્માને પ્રાપ્ત કરે છે; ગોપીની-આત્માની, કૃષ્ણ અંતર્ધાન થઈ ગયા-આત્મતિ અદશ્ય થઈ ગઈ, તે સમયની સ્થિતિનું યથાર્થ વર્ણન કરવું, તે મારા જેવા ક્ષુલ્લક પ્રાણીની કલમથી બની શકે તેમ નથી. મહા મુશીબતે શોધીને હાથમાં આવેલો હીરે જ્યારે ચાર લુંટી જાય, અતિ તૃષાથી પીડાએલને જળને ખ્યાલ મળે અને પ્યાલામાંનું જળ પીવાને ભાગ્યશાળી બને તે પહેલાં જળ ઢોળાઈ જાય, સાત દિવસ સુધી જેને સુકા રિટલાને કકડો પણ ન મળ્યા હોય તેને દુધપાક, મીઠાઈ આદિથી ભરપૂર થાળ મળે અને ખાવાનું શરૂ કરે તે પહેલાં અમૃત અન્નમાં કોઈ ઝેર ભેળવી જાય, આંધળાને લાંબા સમયથી ખાએલ ચક્ષુ પાછી મળે અને ચક્ષુવડે સૃષ્ટિસંદર્ય જેવાને આનંદ લ્ય, તે પહેલાં ચક્ષુને કઈ કટારવડે ભેંકી નાંખે, ત્યારે તે માનવીની જે પ્રકારની દુઃખમય સ્થિતિ થાય છે તેના કરતાં પણ લાખે ગણી, અરે! કરોડે ગણી દુઃખમય સ્થિતિ ગેપીનીઆત્માની છે. જેને માટે સતાન ત્યજ્યાં, ઘરબાર છોડી દીધાં, પતિસ્નેહ વિસારી દીધે, તે કૃષ્ણ હાથમાં તાળી દઈ, આનંદ આપી, અંતર્ધાન થઈ જાય ત્યારે ગોપી રડવા લાગેજ, તેને દુઃખ થાય જ. જે આત્મજ્યોતિ માટે સંસારના અનેક ભેગો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50